નવી દિલ્હી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે પાર્ટી નેતૃત્વને પોતાની ભુમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું છે. તેમણે રાહુલ ગાંધીને સવાલ કરતા પૂછ્યું, “કોંગ્રેસમાં મારો રોલ શું છે?”
શશિ થરૂર 18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેમને સંસદમાં મહત્વપૂર્ણ ચર્ચાઓમાં બોલવાની તક મળી રહી નથી અને પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે.
થરૂરે કહ્યું કે તેઓ પાર્ટીમાં પોતાના પદ અંગે મૂંઝવણમાં છે અને ઇચ્છે છે કે રાહુલ ગાંધી તેમને તેમની ભૂમિકા વિશે સ્પષ્ટપણે જણાવે.
થરૂરે કહ્યું- રાહુલ ગાંધીએ કોઈ ફરિયાદનું નિરાકરણ કર્યું નહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીએ થરૂરની ફરિયાદોનો કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો કે ન તો તેમની કોઈ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવ્યા. થરૂરને લાગ્યું કે રાહુલ ગાંધી આ મામલે કોઈ ચોક્કસ વચન આપવા તૈયાર નથી.
થરૂરને પાર્ટીમાંથી હાંસિયામાં ધકેલવાના 2 કારણો…
પીએમ મોદીની અમેરિકા મુલાકાતની પ્રશંસા કરી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) શશિ થરૂરથી નારાજ છે કારણ કે તેમણે અનેક નિવેદનો આપ્યા છે જે પાર્ટીના સત્તાવાર વલણની વિરુદ્ધ છે. 15 ફેબ્રુઆરીના રોજ, થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પ્રશંસા કરી હતી, જેને પાર્ટીના કેટલાક લોકોએ ખોટી રીતે લીધું હતી. થરૂરે કહ્યું હતું

વડાપ્રધાન મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતના કેટલાક મહત્વપૂર્ણ પરિણામો દેશના લોકો માટે સારા છે. મને લાગે છે કે આમાં કંઈક સકારાત્મક સિદ્ધિ મળી છે, એક ભારતીય તરીકે હું તેની પ્રશંસા કરું છું. આ બાબતમાં, મેં ફક્ત રાષ્ટ્રીય હિતમાં વાત કરી છે.
તેમણે કેરળ સરકારની નીતિની પણ પ્રશંસા કરી છે LDF સરકાર હેઠળની ઔદ્યોગિક નીતિની પ્રશંસા કરતા થરૂરના લેખે કેરળ કોંગ્રેસમાં અસંતોષ ફેલાવ્યો હતો.
કેરળ કોંગ્રેસના મુખપત્રએ શશિ થરૂરને સલાહ આપી

કોઈનું નામ લીધા વિના તેમણે સાંસદ શશિ થરૂરને સલાહ આપી છે. વીક્ષણમ ડેઇલીના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાર્ટીની આશાઓ ઠગારી ન માની શકાય. આગામી ચૂંટણી પહેલા પાર્ટીના હજારો કાર્યકરો સાથે દગો ન કરવો જોઈએ