અયોધ્યા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં બની રહેલા રામમંદિરના સુવર્ણ દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો લગભગ 8 ફૂટ ઊંચો અને 12 ફૂટ પહોળો છે. આ મંદિરનો સૌથી મોટો દરવાજો છે. આગામી 3 દિવસમાં વધુ 13 દરવાજા લગાવાશે.
રામમંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. એમાંથી 42ને 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે. સીડીની નજીક 4 દરવાજા હશે. આના પર સોનાનું પડ નહીં હોય. આ દરવાજા મહારાષ્ટ્રના સાગના લાકડાંમાંથી બનાવવામાં આવ્યા છે. હૈદરાબાદના કારીગરોએ એના પર કોતરણીનું કામ કર્યું છે.

રામમંદિરના સુવર્ણ દરવાજાની આ પ્રથમ તસવીર છે.
આ પછી તેમના પર તાંબાનું પડ ચડાવવામાં આવ્યું. ત્યાર બાદ સોનાનું પડ લગાવવામાં આવ્યું. રામલલ્લાનું સિંહાસન પણ સોનાથી બનેલું હશે. આ કામ પણ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિરનો શિખર પણ સોનાનો બનશે, પરંતુ આ કામ હાલ પૂર્ણ નહીં થાય.
ચરણ પાદુકા 1 કિલો સોના અને 7 કિલો ચાંદીમાંથી બનેલી છે

ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલી છે. આને હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી હતી.
જુઓ રામમંદિરની 5 તસવીર…

આ રામમંદિર પરિસરમાં જટાયુ ટીલા પર સ્થાપિત પ્રતિમા છે.

દીવાલો પર સુંદર પ્રતિમાઓ ખૂબ જ ઝીણવટથી કોતરવામાં આવી છે.

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ફોટોમાં મંદિરનો ગ્રાઉન્ડ અને પહેલો માળ દેખાય છે.

રાત્રે પ્રકાશમાં મંદિર પરિસરની અંદરનો નજારો અદભુત લાગે છે.

સંકુલમાં હાથીઓની મોટી પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.