- Gujarati News
- National
- The Hospital Has Soundproof Rooms, Family Area, Healing Garden Along With Cafe Lounge To Speed Up Patient Recovery.
મુંબઈ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
- હલકા પેસ્ટલ રંગ અને ઍન્ટિ બેક્ટેરિયલ પેઇન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે
મુંબઈ | પ્રાકૃતિક પ્રકાશવાળા મોટા રૂમ, આરામ આપતાં રંગ પેલેટ, પ્રકૃતિથી નજીક હોવાનો અનુભવ કરાવતી ડિઝાઇન, અૅન્ટિ બેક્ટેરિયલ પેઇન્ટ અને હીલિંગ ગાર્ડન… તમને લાગશે જ નહીં કે આ હૉસ્પિટલ છે. દર્દીઓનું સ્વાસ્થ્ય અને તેની ઝડપી રિકવરી માટે હૉસ્પિટલ પોતાના રૂમોમાં હાલના દિવસોમાં આર્કિટેક્ચરમાં ખાસ તત્ત્વોને ઝડપથી સામેલ કરી રહી છે.
દર્દીઓની સુવિધા માટે તથા રૂમમાં વધુ ચાલવું-ફરવું ના પડે તેને ધ્યાનમાં રાખીને ઇસ્ટર ડીએમે રૂમોની ડિઝાઇન સરળ રાખી છે. જેની મોટી બારીઓ અને સ્કાયલાઇટ ભરપૂર પ્રકાશ આપે છે. રૂમમાં ઍન્ટિ બેક્ટેરિયલ પેઇન્ટ તથા ઓછી વીઓસી (તીવ્ર ગંધવાળા કેમિકલ) લગાવાય છે. તેના સિવાય રૂમમાં હરિયાળીનું ભરપૂર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેનાથી દર્દીને એકલાપણું ઓછું લાગે. ફોર્ટિસ જૂથના સીઓઓ અનિલ વિનાયક જણાવે છે કે દર્દીઓની ભાવનાત્મક મજબૂતાઇ માટે રૂમમાં ફેમિલી એરિયા પર પણ ફોકસ કર્યુ છે. દર્દીઓની સરળતા માટે ડિઝાઇન મૉડ્યુલર રાખવામાં આવી છે. શાંતિનો અનુભવ થાય તે માટે હલકા પેસ્ટલ રંગ કરવામાં આવ્યા છે અને રૂમ સાઉન્ડપ્રૂફ છે.
ગુરુગ્રામની પારસ હૉસ્પિટલમાં 950 વર્ગફૂટના વિશાળ રૂમ પણ છે. જેથી દર્દીઓને ગભરામણ ના અનુભવાય. મૅક્સ હૉસ્પિટલમાં પ્રકાશને દર્દી જાતે વધારી ઘટાડી શકે છે. નર્સ કૉલ જેવી સુવિધાઓ બેડ ઉપર જ મળે છે. હાઇજીન અને સુરક્ષાના કારણે ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં હાથના ઇશારાઓથી ચાલતા (નળ) તથા દરવાજા લગાવાયા છે. હૉસ્પિટલમાં હરિયાળીના ફાયદા ઉપર સીઆઈઆઈ-સોહરાબજી ગોદરેજ ગ્રીન બિઝનેસ સેન્ટરના ડેપ્યુટી ઈડી આનંદ મુથુ કૃષ્ણન કહે છે કે ગ્રીન હૉસ્પિટલ પાણીની માગ 60% તથા ઊર્જા ખર્ચ 40% ઘટાડે છે. સહ્યાદ્રી હૉસ્પિટલે દરેક ફ્લોર પર બિલિંગ ડેસ્કની સુવિધા આપી છે. આથી એકલા આવનારા દર્દીઓ અને પરિવારજનોને વારંવાર હેરાન ન થવું પડે. વડીલ દર્દીઓ માટે હોમકેર સેવાઓ પણ લૉન્ચ કરાઇ છે. જ્યારે જ્યુપિટર હૉસ્પિટલમાં હવાના કારણે ફેલાતા ચેપને ઘટાડવા માટે સારી એર ફિલ્ટ્રેશન સિસ્ટમ લગાવાઇ છે. દર્દીઓનો સંપૂર્ણ રેકોર્ડ ઇલેક્ટ્રોનિક રાખવામાં આવે છે.
પ્રાકૃતિક લુકવાળા આંગણા અને રોપા માનસિક સ્વાસ્થ્ય સુધારે છે સંતોષની ભાવના વધારવા તથા દર્દીઓને બહારના વિશ્વ સાથે જોડવા માટે હૉસ્પિટલ હીલિંગ ગાર્ડન, લેન્ડસ્કેપ (પ્રાકૃતિક લુકવાળા) આંગણા અને ઇનડોર રોપા રાખવા લાગ્યા છે. તેનાથી દર્દીઓ, ડૉક્ટરો અને મુલાકાતી માટે સારું વાતાવરણ બનાવે છે. જહાંગીર હૉસ્પિટલે માનસિક સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરીને ખુલ્લા આંગણા અને હરિયાળીને સ્થાન આપ્યું છે. સી.કે. બિરલાએ બરિસ્તા જેવા ભાગીદારો સાથે મળીને ભોજનની સુવિધાની સાથે આરામદાયક લાઉન્જ બનાવ્યા છે, જેનાથી દર્દીઓને લાંબી રાહ દરમિયાન હાલાકી પડતી નથી. એક મોટી ખાનગી હૉસ્પિટલે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ ડિવાઇસથી દેખરેખ યોગ્ય અને સંચાર સુવિધા વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો છે.