- Gujarati News
- National
- The Number Of Women Voters Increased Fivefold In The State That Introduced The Women’s Scheme.
મુંબઈ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ત્રણ કેન્દ્રીય યોજનાઓથી વોટ આપનારી મહિલાઓ 77 લાખ વધી
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પણ દર મહિને 2500 રૂપિયા આપવાની રજૂઆત કરી ચૂકી છે. સૂત્રોનું માનીએ તો ભાજપ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સફળતા બાદ દિલ્હી માટે લાડલી બહના જેવી કોઈ યોજના લાવવાની તૈયારીમાં છે.
આ દરમિયાન, એસબીઆઈ દ્વારા ચૂંટણીપંચના ડેટા પર કરવામાં આવેલા રિસર્ચમાં અનેક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે 19 રાજ્યોમાં મહિલાઓ માટે સ્કીમની જાહેરાત થઈ ત્યાં વોટ આપનારી મહિલાઓ કુલ 1.5 કરોડ વધી ગઈ. બીજી તરફ જે રાજ્યોમાં આવી જાહેરાત નથી થઈ, ત્યાં આ વધારો માત્ર 30 લાખ રહ્યો. એટલે કે મહિલા સ્કીમથી વોટ આપનારી મહિલાઓ પાંચ ગણી વધી ગઈ.
મુદ્રા લોન યોજનાથી વોટ આપનારી મહિલાઓ 36 લાખ વધી મહિલા સશક્તીકરણ માટે શરૂ થયેલી મુદ્રા લોન 36 લાખ મહિલાઓના મતદાનનું કારણ બની. આવાસ યોજના હેઠળ ઘર મળવાથી 20 લાખ નવી મહિલા વોટર વધી. 21 લાખ મહિલાઓએ માત્ર ટોઈલેટ બનવાના કારણે મતદાન કર્યું. સ્વસ્થ પીવાનું પાણી અને વીજળી મળવાથી પણ મહિલાઓનું મતદાન વધ્યું છે.