- Gujarati News
- National
- The Prime Minister Will Visit The Kalaram Temple And Perform Aarti On The Banks Of The Godavari
નાસિક9 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ દેશના યુવાનોને સંબોધન પણ કરશે.
12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ વખતે તેની થીમ ‘વિષય વિકસિત ભારત@2047: યુવાનો માટે, યુવાનો દ્વારા’ છે.
આ ફેસ્ટિવલમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 8 હજાર લોકો અને ઘણી ટીમો ભાગ લેશે. આ પહેલા તેઓ નાશિક પહોંચ્યા અને દોઢ કિમીનો રોડ શો કરી રહ્યા છે. આ પછી તેઓ કાલારામ મંદિર જશે. મોદી ગોદાવરી કિનારે આરતી પણ કરશે. મોદીની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ છે.
લાઈવ અપડેટ્સ
17 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોદીનો રોડ શો શરૂ