- Gujarati News
- National
- There Are Mosquitoes In The Hospital… To Avoid Dengue Typhoid Patients, Doctors Send Them Home At Night, The Patient Comes Back To The Bed In The Morning.
નિસિંગ (કરનાલ)1 કલાક પેહલા
- કૉપી લિંક
- મચ્છરોના ડરથી ‘અજીબ નિયમ’ : નિસિંગ સીએચસીમાં મચ્છરજન્ય બીમારીઓથી પીડિતો વધારે…
કરનાલના નિસિંગમાં કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી)માં સારવારના અજીબોગરીબ નિયમો ચાલી રહ્યા છે. હૉસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને રાત્રે ઘરે મોકલી દેવામાં આવે છે. તેઓ સવારે ફરી હોસ્પિટલે પરત ફરવું પડે છે. તેનું કારણ ચોંકાવનારું છે કે હૉસ્પિટલમાં મચ્છરનું પ્રમાણ વધારે છે. જેનાથી દર્દીથી વધુ સ્ટાફ ફફડતો રહે છે. વાસ્તવમાં, જે આરોગ્ય વિભાગ ઉપર ડેન્ગ્યૂ, મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાની જવાબદારી છે તે જ વિભાગ પોતે તેનાથી પીડિત છે. અહીં દિવસ-રાત મચ્છરોની ભરમાર છે. ડૉક્ટર દર્દીઓને કહે છે કે જો તમે હૉસ્પિટલમાં રાત્રી વિતાવશો તો ડેન્ગ્યૂ થઇ શકે છે. આ પોતાનામાં અનોખી હૉસ્પિટલ હશે, જ્યાં પોતાના નિયમો ચાલે છે.
રેકોર્ડમાં દર્દી ભરતી, પરંતુ ડિસ્ચાર્જ કર્યા વિના રાત્રે ઘરે મોકલાઇ રહ્યા છે
- 9 નવેમ્બર : સવારે હૉસ્પિટલની ઓપીડીમાં પહોંચ્યા તો ડૉક્ટરે બધા રિપોર્ટ જોઇને સલાહ આપી કે દર્દીને અહીં ભરતી ન કરો તો સારું. અહીં મચ્છરોની ભરમાર છે. દર્દી બિટ્ટુએ જણાવ્યું કે અહીં રાત્રે રોકાવાની જરૂરત પડતી નથી. ડૉક્ટરના રાઉન્ડ પછી દર્દી ઘરે ચાલ્યા જાય છે.
- 10 નવેમ્બર : સવારે 9 વાગ્યે અમે પહોંચ્યા ત્યારે કોઇ દર્દી હતા નહીં. પછી 15 મિનિટમાં બધા બેડ ફૂલ થઇ ગયા હતા. ઘણા દર્દીઓને બેડ ન મળતાં બેઠાં-બેઠાં ગ્લુકોઝ અને અન્ય દવાઓ લેતા જોવા મળ્યા હતા. રાત્રે જે જે દર્દીની ગ્લુકોઝ બોટલ ખાલી થઈ ગઇ તેઓ તેમ જ ઘરે જતા હતા. રાત્રે 9 વાગ્યે ત્રણેય વોર્ડ ખાલી થઇ ગયા હતા.
- 11 નવેમ્બરની સવારે ફરી તે જ દૃશ્ય જોવા મળ્યું હતું.
ભાસ્કર સવાલ : જવાબદાર કોણ?
- દર્દીને ઘરે કંઇ થયું તો જવાબદાર કોણ?
- કોઇ ભરતી થઇને અને ઘરે જવાનો ફાયદો ઉઠાવીને ગુનાહિત ઘટનાને અંજામ આપે તો?
સીધી વાત નિસિંગ હૉસ્પિટલમાં ભરતી દર્દીઓને સાંજે મચ્છરોના ભયના લીધે ઘરે મોકલી દેવામાં આવે છે. શું એવો કોઇ નિયમ છે?
એડમિટ દર્દીને ડિસ્ચાર્જ કર્યા વિના ઘરે ન મોકલી શકાય. એસએમઓ પાસેથી રિપોર્ટ માગવામાં આવશે. – ડૉ.રેનુ ચાવલા, કરનાલ સીએમઓ (વધારાનો ચાર્જ)