- Gujarati News
- National
- This Time More Than 600 Bulls Are Involved; 350 Players Are In The Field To Tame The Bulls
ચેન્નાઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
તમિલનાડુમાં પોંગલ તહેવારના ભાગ રૂપે જલ્લીકટ્ટૂ ઉજવવામાં આવે છે.
તમિલનાડુમાં 2025નું પહેલું જલ્લીકટ્ટૂ પુદુક્કોટ્ટઈના ગાંદરવાકોટ્ટઈ તાલુકાના થાંચનકુરિચી ગામમાં શરૂ થયું છે. આ વખતે ત્રિચી, ડિંડીગુલ, મનાપ્પરાઈ, પુદુક્કોટ્ટઈ અને શિવગંગાઈ જેવા જિલ્લાના 600થી વધુ સાંઢને જલ્લીકટ્ટૂમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ વખતે 350 ખેલાડીઓ સાંઢને કાબૂમાં લેવાનો પ્રયાસ કરશે. રાજ્ય સરકારના મંત્રીઓ રઘુપતિ, મેયનાથન અને કલેક્ટર અરુણાએ થચાનકુરિચી ગામમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
થાચનકુરિચીમાં 200થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં ડ્યુટી પર તહેનાત છે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 25 કર્મચારીઓ સાથે 7 મેડિકલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.
પુદુક્કોટ્ટાઈ તામિલનાડુમાં સૌથી વધુ સંખ્યામાં વાડીવાસલ (સાંઢ માટે એન્ટ્રી પોઈન્ટ) અને સૌથી વધુ સંખ્યામાં જલ્લીકટ્ટૂનું આયોજન કરવા માટે જાણીતું છે.
આયોજન પહેલાં ખેલાડીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા. દરેક રાઉન્ડમાં, 30 સ્પર્ધકો આક્રમક સાંઢને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ રીતે સાંઢ એન્ટ્રી ગેટમાંથી બહાર આવે છે અને ખેલાડીઓ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે.
જલ્લીકટ્ટૂનો પ્રથમ દિવસ તસવીરોમાં જુઓ
થાચનકુરિચીમાં રમતની શરૂઆત પહેલા ખેલાડીઓએ શપથ લીધા હતા.
પ્રથમ દિવસે થચનકુરિચી ખાતે સાંઢને પકડવાનો પ્રયાસ કરી રહેલા પ્રથમ 30 ખેલાડીઓ.
જલ્લીકટ્ટૂ શું છે અને શા માટે ઉજવવામાં આવે છે? લગભગ 2500 વર્ષથી સાંઢ તમિલનાડુના લોકો માટે આસ્થા અને પરંપરાનો એક ભાગ રહ્યો છે. ખેતરોમાં પાક પાક્યા પછી અહીંના લોકો દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે પોંગલ તહેવાર ઉજવે છે. પોંગલનો અર્થ તમિલમાં ઉફાણો અથવા ઊકળવું થાય છે.
આ દિવસે તેઓ નવા વર્ષની શરૂઆત કરે છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ તહેવારના છેલ્લા દિવસે સાંઢની પૂજા કરવામાં આવે છે. તેઓ સુશોભિત અને શણગારવામાં આવે છે. પછી જલ્લીકટ્ટુ શરૂ થાય છે. તેને એરુ થઝુવુથલ અને મનકુવિરત્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રમત પોંગલ તહેવારનો એક ભાગ છે.
તે એક રમત છે જેમાં સાંઢને ભીડ વચ્ચે છોડવામાં આવે છે. આ રમતમાં ભાગ લેનારા લોકો સાંઢને તેની ખૂંધ પકડીને કાબુમાં લેવાવાનો પ્રયાસ કરે છે. જે સાંઢના ખૂંધને સૌથી વધુ સમય સુધી પકડી રાખે છે તે વિજેતા બને છે.
જલ્લીકટ્ટુનો ઈતિહાસ 400-100 ઈસ પુર્વેનો છે, જ્યારે ભારતમાં એક વંશીય જૂથ આર્યો તેને રમતા હતા. તેનું નામ બે શબ્દોથી બનેલું છે – જલ્લી (ચાંદી અને સોનાના સિક્કા) અને કટ્ટુ (બાંધવામાં આવેલું).
જલ્લીકટ્ટૂમાં, જ્યારે સાંઢ મૃત્યુ પામે છે, ત્યારે ખેલાડીઓ માથું મુંડાવે છે, મૃત્યુભોજ આપે છે
તમિલનાડુના લોકો સાંઢને ભગવાન શિવનું વાહન માને છે. તેની પૂજા કરે છે. તેમના માટે બળદ એક ભાઈ અને પિતા સમાન છે. તેના મૃત્યુ પછી, તેમના સંબંધીઓને શોક સંદેશ મોકલવામાં આવે છે. તેમના મૃત શરીરને ફૂલોથી શણગારવામાં આવે છે. મનુષ્યની જેમ તેઓ સ્મશાનયાત્રા કાઢે છે અને તેમને પવિત્ર સ્થાન પર દફનાવે છે.
ઘરે પાછા ફર્યા બાદ તેઓ માથું મુંડાવે છે. ગામના લોકોને મૃત્યુભોજ આપવામાં આવે છે. થોડા દિવસો પછી, તે સાંઢનું મંદિર પણ બનાવવામાં આવે છે અને દર વર્ષે તેની પૂજા કરવામાં આવે છે.