બેંગલુરુ1 કલાક પેહલા
- કૉપી લિંક
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રામનવમીના દિવસે બેંગલુરુમાં ‘જય શ્રી રામ’ બોલવા બદલ ત્રણ યુવકોને માર મારવાની ઘટના સામે આવી છે. આ બાબતે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ‘જય શ્રી રામ નહીં, માત્ર અલ્લાહ હુ અકબર’ કહેતો સંભળાય છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.
આરોપી ફરમાન (ડાબે) ચર્ચા દરમિયાન અલ્લાહ-હુ-અકબર બોલવાનું કહે છે. બીજો આરોપી સમીર (જમણે) તેને સાથ આપે છે.
પોલીસના જણાવ્યા અનુસાર સંજીવની નગરના રહેવાસી પવન કુમાર, રાહુલ અને બિનાયક એક કારમાં એમએસ પલ્યા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. તેઓ જય શ્રી રામ બોલી રહ્યા હતા. તેમની પાસે કેસરીયો ધ્વજ પણ હતો. ત્યારબાદ ચિક્કાબેટ્ટાહલ્લુ વિસ્તાર પાસે, બે બાઇક સવારો પાછળથી આવે છે અને કારને રોકે છે. આ બંનેની ઓળખ ફરમાન અને સમીર તરીકે થઈ છે.
ફરમાન કારમાં સવાર લોકો સાથે દલીલ કરે છે અને તેમને અલ્લાહ હુ અકબર બોલવા માટે કહે છે. તેઓ કેસરીયો ઝંડો પણ છીનવી લેવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ ત્રણ કાર સવારોએ તેનો પીછો કર્યો પરંતુ ફરમાન અને સમીર ભાગી ગયા.
થોડા સમય પછી તેઓ ફરમાન અને સમીર નામના અન્ય બે છોકરાઓને પોતાની સાથે લાવે છે અને કારમાં બેઠેલા લોકોને રોકીને મારપીટ કરે છે. આ દરમિયાન રાહુલને માથામાં લાકડી વડે માર માર્યો હતો. બિનાયકને નાક પર ઈજા થઈ હતી.
પોલીસે આરોપીઓ સામે રમખાણ અને ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ નોંધ્યો છે.
રાયોટીંગ સહિતની 9 કલમો હેઠળ કેસ નોંધાયો
પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. જેમાં ઈરાદાપૂર્વક કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરવું અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી અપશબ્દો કહેવા, શાંતિ ડહોંળવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવું, ખતરનાક હથિયાર વડે ઈજા પહોંચાડવી અને ફોજદારી ધમકી જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવે છે.
પોલીસે જણાવ્યું કે ફરહાન અને સમીર સિવાય અન્ય બે આરોપીઓ સગીર છે. અમે સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ કે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ.
કેન્દ્રીય મંત્રી પીડિતોને મળ્યા
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી અને બેંગલુરુ ઉત્તરથી ભાજપના લોકસભા ઉમેદવાર શોભા કરંદલાજે બુધવારે રાત્રે પીડિતોના ઘરની મુલાકાત લીધી અને આ ઘટનાની નિંદા કરી હતી.