39 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ચૂકી છે. બંનેનાં લગ્નની તારીખ હવે જાહેર થશે, પણ એ પહેલાં લગ્ન જેવો જ ભવ્ય પ્રસંગ પ્રી-વેડિંગ ઊજવાશે. અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે આટલો ભવ્ય પ્રસંગ ઊજવવા જઈ રહ્યો છે. 1 માર્ચ શુક્રવારથી 3 માર્ચ, રવિવાર સુધી ત્રણ દિવસ પ્રી-વેડિંગ ઊજવાશે અને અતિથિઓને આ માટેનાં આમંત્રણ મોકલી દેવાયાં છે. અતિથિઓને આમંત્રણની સાથે-સાથે વોર્ડરોબ પ્લાનર અને કેટલીક માહિતીનું ડેકોરેટિવ કાર્ડ પણ મોકલાયું છે. 9 પાનાંના આ કાર્ડમાં આકર્ષક ડિઝાઈન અને વોર્ડરોબના ડ્રેસ કોડના ફોટા મૂકવામાં આવ્યા છે. ત્રણ દિવસના પ્રોગ્રામ્સ અને એના ડ્રેસ કોડ જાણવા જેવા છે. આ ત્રણ દિવસ જામનગરમાં દેશ-દુનિયામાંથી માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ઈવાન્કા ટ્રમ્પ સહિતની સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 107મા એપિસોડમાં એવી