હરદોઈ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી ગઈ છે. ઘરની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. હવે પરિવારમાં માત્ર એક છોકરી બચી છે.
મૃતકોમાં પતિ-પત્ની, 4 બાળકો, જમાઈનો સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ટ્રક ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દુર્ઘટના ગઇ મોડી રાત્રે 1:30 વાગ્યે બની હતી.
અકસ્માતની 4 તસવીરો…
આ જ ઝૂંપડી પર ટ્રક પલટી ગઈ હતી. જ્યાં આખો પરિવાર તેની નીચે દબાઈ ગયો હતો.
પોલીસે જેસીબી બોલાવીને રેતી હટાવી ત્યાં સુધીમાં તમામ આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
તમામ 8 લોકોના મૃતદેહને હરદોઈ પોસ્ટમોર્ટમ હાઉસની બહાર રાખવામાં આવ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ સંબંધીઓ પોસ્ટમોર્ટમ રૂમ પાસે પહોંચ્યા હતા.
મૃતકોની ઓળખ અવધેશ (45), તેમની પત્ની સુધા (42), ત્રણ બાળકો- સુનૈના (11), લલ્લા (5), બુદ્ધ (4), અને જમાઈ કરણ (25), તેમની પત્ની (22) અને પુત્રી કોમલ (5) તરીકે થઈ છે.
જેસીબીની મદદથી ટ્રક હટાવવી પડી
મલ્લવાન નગરમાં, ઉન્નાવ રોડ પર રસ્તાના કિનારે ઝૂંપડીઓમાં લોકો રહે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- અમે રાત્રે સૂતા હતા, ત્યારે અચાનક અમને ચીસો સંભળાઈ. અમે દોડીને અવધેશના ઘરે પહોંચ્યા.
જોયું કે આખો પરિવાર ટ્રકની નીચે દબાયેલો હતો. એક છોકરી ઘાયલ અવસ્થામાં હતી. અમે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જેસીબી બોલાવી હતી. આ પછી ટ્રક સીધી કરવામાં આવી. રેતી દૂર કરવામાં આવી હતી.
છોકરી હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત છોકરી બિટ્ટુને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત નાજુક છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.