તેલંગાણા25 મિનિટ પેહલા
- કૉપી લિંક
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે સવારે SLBC (શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ) ટનલ પ્રોજેક્ટનો એક ભાગ તૂટી પડ્યો. જેમાં 6 મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત ટનલના પ્રવેશ બિંદુથી 14 કિમી અંદર થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, છતનો લગભગ ત્રણ મીટર ભાગ તૂટી પડ્યો છે. ટનલનું કામ લાંબા સમયથી અટકેલું હતું. ચાર દિવસ પહેલા જ ફરી કામ શરૂ થયું હતું.
એસપીએ કહ્યું- ઘટનાસ્થળે 50 કામદારો હાજર હતા નાગરકુર્નૂલના એસપી વૈભવ ગાયકવાડે જણાવ્યું હતું કે, સિંચાઈ પ્રોજેક્ટ પર કામ કરતી કંપનીની બે બચાવ ટીમો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સુરંગમાં ગઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે 50 કામદારો ઘટનાસ્થળે હાજર હતા. તેમાંથી 43 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે.

આ SLBC (શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ) ટનલ પ્રોજેક્ટનો પ્રવેશદ્વાર છે.
તેલંગાણાના મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ટનલ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. જિલ્લા કલેક્ટર, એસપી, ફાયર વિભાગ, હાઇડ્રા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ પણ ટનલ અકસ્માતના કારણો વિશે માહિતી માંગી છે અને અધિકારીઓને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જણાવ્યું છે.
સિંચાઈ મંત્રી એન ઉત્તમ કુમાર અને તેમના વિભાગના અન્ય અધિકારીઓ ખાસ હેલિકોપ્ટરમાં અકસ્માત સ્થળ જવા માટે રવાના થયા છે.