અમુક પળો પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં છે. આ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુકેશ અંબાણીના પુત્રના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે ઘણા વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સનો પણ અહીં મેળો જામશે. પ્રિ-વેડિંગ માટે આવનાર મહેમાનો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તેમને ભારતના વિવિધ શહેરોમાંથી ભોજન પીરસવામાં આવશે. આ યાદીમાં ઈન્દોરની વાનગીઓ પણ સામેલ છે. ઈન્દોરના 65 શેફ 135 લોકોની ટીમ સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચી ગયા છે. આ લોકો ત્રણ દિવસમાં 2500 વાનગીઓ તૈયાર કરશે.
ઈન્દોરથી 65 શ્રેષ્ઠ શેફને બોલાવવામાં આવ્યા
લગ્ન અંબાણી પરિવારના છે તો તે હાઈફાઈ જ હોય ને!! અનંતનાં લગ્નમાં સ્વાદનો તડકો ઉમેરવા માટે, બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ઈન્દોરથી 65 શેફને બોલાવ્યા છે, જેઓ 225થી વધુ ભારતીય, થાઈ, મેક્સિકન, પારસી, જાપાનીઝ અને એશિયન વાનગીઓ તૈયાર કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લંચ માટે 225 પ્રકારની વાનગીઓ અને ડિનર માટે 275 પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવશે. આ સિવાય નાસ્તામાં 75 વિવિધ વેરાયટી હશે. એટલું જ નહીં, મિડનાઈટ મિલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે મોડી રાતે 12:00 થી સવારના 4:00 વાગ્યા સુધી ચાલશે અને તેમાં 85 પ્રકારની વિવિધ ફૂડ આઇટમ્સ સર્વે કરવામાં આવશે.

આ તસવીર ઈન્દોરની ટીમનીછે, ટીમમાં મહિલાઓ પણ સામેલ છે.
જામનગર ગયેલી ટીમમાં 20 મહિલા શેફ
ઇન્દોરથી જામનગર ગયેલી ટીમની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 20 મહિલા શેફ છે. મહિલા શેફ વિવિધ વાનગીઓ બનાવવામાં નિષ્ણાત છે. ઇન્દોરથી જામનગર સુધીની ઘણી ટીમ ત્રણ દિવસમાં મહેમાનોને 12 ભોજન પીરસશે. તમામ વાનગીઓ પ્રોટોકોલ હેઠળ તૈયાર કરવામાં આવશે. આ સાથે, કોઈપણ વાનગી રિપીટ થશે નહીં
મહેમાનો માણશે ‘ઇન્દોરી સ્વાદ’
આખી દુનિયા ઈન્દોરના સ્વાદની દીવાની છે. પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરને સ્વાદની રાજધાની ગણાવી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઈન્દોરનું સ્ટ્રીટ ફૂડ ચાખ્યું છે. આવી સ્થિતિમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં આવેલા મહેમાનો પણ ઈન્દોરીનો સ્વાદ ચાખશે. ઇન્દોરની જાર્ડિન હોટલમાંથી 135 લોકોની ટીમ ઈન્દોરી ઝાયકાને પીરસવા જામનગર પહોંચી ગઈ છે. તેમાં 65 શેફનો સમાવેશ થાય છે.
ઇન્દોરના શેફ ત્રણ દિવસમાં 2500 વાનગીઓ તૈયાર કરશે
જામનગર ગયેલા ઈન્દોરના શેફ ત્રણ દિવસમાં મહેમાનો માટે 2500 વાનગીઓ તૈયાર કરશે. તેમાં નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિભોજન અને મિડ નાઇટ મિલનો સમાવેશ થાય છે. બધી વાનગીઓ યૂનિક હશે. ઈન્દોરના શેફ સવારના નાસ્તામાં 75 વસ્તુઓ, રાત્રિભોજન માટે 275 વાનગીઓ, લંચ માટે 225 વાનગીઓ અને મિડ નાઇટ મિલ માટે 85 પ્રકારની વાનગીઓ તૈયાર કરશે. જેમાં પેન એશિયન, મેડિટેરેનિયન, જાપાનીઝ, થાઈ, મેક્સિકન અને પારસી ફૂડ તૈયાર કરવામાં આવશે.

4 ટ્રક મસાલા અને 135 લોકોની ટીમ જામનગર માટે રવાના
4 ટ્રકમાં સામાન લઇ જવાયો
ઇન્દોરના શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓમાં દરેક વસ્તુ ઇન્દોરની જ હશે. આ માટે અહીંથી શેફે ચાર ટ્રકમાં સામાન ભરી દીધો છે. તેમાં ઈન્દોરી મસાલાથી લઈને અન્ય સામગ્રી સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. શેફે જણાવ્યું કે મિડનાઈટ મિલને ખાસ કરીને વિદેશી મહેમાનોને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું છે.
સરાફા વ્યંજનોનો પણ સ્વાદ મળશે
ઇન્દોરમાં સ્વાદ માટે બે પ્રખ્યાત સ્થળો છે. છપ્પન દુકાનો અને સરાફા માર્કેટ, ઈન્દોર આવતા લોકો અહીં જવાનું ચૂકતા નથી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં પણ લોકોને આ જગ્યાનો સ્વાદ માણવા મળશે. આમાં તમને કચોરી, કોર્ન કિસલ, કોપરાની પેટીસ, પોહા અને ઉપમા સહિત વિવિધ પ્રકારના નાસ્તાવો સ્વાદ દેશ-વિદેશના અતિથિઓ માણશે. સમય પહેલા પહોંચેલા શેફ પ્રેક્ટિસ કરશે અને 28 ફેબ્રુઆરી સુધી ત્યાં ટ્રાયલ ચાલશે. છેલ્લે 1 માર્ચથી મહેમાનોને ભોજન પીરસવામાં આવશે.

ઇન્દોરનું ‘સરાફા કાઉન્ટર’ અનંત-રાધિકાના લગ્નમાં જોવા મળશે
સરાફા કાઉન્ટર બનાવવામાં આવશે
અનંતના લગ્ન પહેલા યોજાનારી આ ઈવેન્ટમાં મહેમાનોને ઈન્દોરનો સ્વાદ આપવા માટે ઈન્દોરનું ખાસ સરાફા કાઉન્ટર પણ ખોલવામાં આવશે. આ કાઉન્ટર પર, ફક્ત તે જ વાનગીઓ ઉપલબ્ધ હશે જે ઇન્દોરની શોભામાં વધારો કરે છે. જેમાં મીઠાઈથી લઈને ખારી અને મસાલેદાર આઈટમો રાખવામાં આવશે.
વાનગીઓમાં આ પણ ખાસ હશે
આ ફંક્શનમાં થાઈ, મેક્સિકન, જાપાનીઝ, પેન એશિયન ફૂડ આઇટમો સહિત પારસી ફૂડ ડિશ તૈયાર કરવામાં આવશે. દરરોજ બપોરના ભોજનમાં 225થી વધુ પ્રકારની વાનગીઓ, રાત્રિભોજનમાં 275 પ્રકારની વાનગીઓ, નાસ્તામાં 75 પ્રકારની વાનગીઓ અને મિડ નાઇટ મિલમાં 85 પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે.