- Gujarati News
- National
- Two People Were Crushed Alive Under The Bus, VIDEO, 8 People Injured In Horrific Road Accident
તામિલનાડુ2 કલાક પેહલા
- કૉપી લિંક
તામિલનાડુના શ્રીપેરુમબુદુરમાં આજે વહેલી સવારે 10 ડિસેમ્બરે ચેન્નઈ-બેંગલુરુ હાઈવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત અને 8 લોકો ઘાયલ થયા હતા. એક કન્ટેનર ટ્રક ખાનગી બસ સાથે અથડાઈ હતી, અથડાતાંની સાથે જ બસ રોડ પર ઢસડાઈ હતી. બાદમાં પલટી મારી ગઈ હતી.
આ ભયાનક અકસ્માતનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે બસ જ્યારે યુ-ટર્ન લેવા જાય છે ત્યારે બીજી તરફથી આવી રહેલી ટ્રક તેને ટક્કર મારે છે. આ ટક્કર એટલી જોરદાર હોય છે કે ટક્કર મારતાંની સાથે જ બસ સીધી પલટી ખાઈને બે રાહદારીને કચડી નાખે છે અને જઈને સીધી થાંભલાને અથડાય છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત મુસાફરો અને રાહદારીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની ત્રણ તસવીર…

યુ-ટર્ન લેતી બસને ટ્રકે ટક્કર મારી.

બસ-ટ્રક બંને થાંભલાને જઈને અથડાઈ.

બે રાહદારીનાં મોત.
અકસ્માતને લગતા અન્ય સમાચાર પણ વાંચો…
કાર, બાઇક, રિક્ષા અને રસ્તે ચાલતા લોકો….:મુંબઈની બસે અનેકને કચડી નાખ્યા, 7નાં મોત, 43થી વધુ ઘાયલ; જુઓ હૃદય કંપાવી દેતો વીડિયો

સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં બેસ્ટની બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 7 લોકોનાં મોત થયાં છે. 43થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમને સાયન અને કુર્લા ભાભામાં દાખલ કરાયા છે.
આ અકસ્માત કુર્લા-વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકરનગરમાં થયો હતો. બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. આ બેસ્ટ બસોનું સંચાલન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવે છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…
હિમાચલમાં ખાનગી બસ ખાડામાં પડી:ડ્રાઇવર સહિત 2 લોકોનાં મોત, 9 મહિનાના બાળક સહિત 42 લોકો હતા સવાર; 25 ઘાયલ

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના આનીમાં આજે સવારે એક ખાનગી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર 25 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા અને કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…