ઉજ્જૈન20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદ સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો હતો. એક પક્ષનાં લોકોએ ટ્રેક્ટર દ્વારા મૂર્તિને નીચે પાડી દીધી. પછી લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરી. જેથી બીજો પક્ષ નિરાશ થઇ ગયો.
બંને પક્ષોમાં પથ્થરમારો થયો. ગુસ્સામાં ભીડે અનેક ગાડીઓની તોડફોડ પણ કરી. થોડી ગાડીઓમાં આગ લગાવી દીધી. અનેક દુકાનોમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો.
માકડોન મંડી ગેટ અને બસ સ્ટેન્ડ પાસે જમીન ખાલી પડી છે. ભીમ આર્મી ઇચ્છે છે કે અહીં ડો. આંબેડકરની મૂર્તિ લગાવવામાં આવે. જ્યારે, પાટીદાર સમાજના લોકો સરદાર પટેલની મૂર્તિ લગાવવાની માગ કરી રહ્યા છે. મામલો પંચાયતમાં વિચારણા હેઠળ છે.
બુધવારે રાતે કોઈએ આ જમીન પર સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરી દીધી. બીજા પક્ષના લોકોને તેની જાણ થઇ તો સવારે તેઓ ત્યા એકઠા થયા અને મૂર્તિ નીચે પાડી દીધી. આ વાત પર બંને પક્ષો સામસામે આવી ગયા છે.
તરાના અને ઉજ્જૈનથી પોલીસ પહોંચી
માકડોન સિવાય ઉજ્જૈન અને તરાનાથી પણ ભારે માત્રામાં પોલીસ બળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. એડિશનલ એસપી નિતેશ ભાર્ગવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બંને પક્ષોને પોલીસે સમજાવીને શાંત કરાવ્યા. સાવચેતીના પગલે ઘટનાસ્થળે પોલીસ ફોર્સ તહેનાત છે. લોકોને સમજાવી રહ્યા છે.
ભીડે સરદાર પટેલની પ્રતિમા પર પથ્થર માર્યા અને તોડફોડ કરી
BJPએ પટેલની મૂર્તિ સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે વાર્ડ ક્રમાંક 2, 8 અને 9ની વચ્ચે જમીન વિવાદિત છે. અહીં આસપાસ ડો. આંબેડકરમાં માનતા લોકો વધારે છે. તેઓ ઇચ્છે છે કે અહીં ડો. આંબેડકરની મૂર્તિ લગાવવામાં આવે. છેલ્લી બે ચૂંટણીથી BJPએ વિવાદિત જગ્યા પર સરદાર પટેલની પ્રતિમા લગાવવાની ઘોષણા કરી હતી. નવા બસ સ્ટેન્ડનું નામ ડો. આંબેડકર રાખવામાં આવ્યું.
તસવીરોમાં જુઓ…
પ્રતિમા તોડી નાખવા પર બીજા પક્ષે આપત્તિ વ્યક્ત કરી. જેના કારણે પથ્થરમારો શરૂ થયો
ભીડે અનેક દુકાનો પર પથ્થરમારો કર્યો. ગાડીઓને નુકસાન પણ પહોંચાડ્યું
પથ્થરમારો કરનાર લોકોએ જય ભીમના નારા પણ લગાવ્યા. જેમાં યુવક-યુવતીઓ સામેલ છે.
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં વિવાદ પછી પોલીસ ત્યા પહોંચી અને લોકોને સમજાવ્યા