- Gujarati News
- National
- UP Assembly, CM Yogi’s Face, Attacks SP, Says I Did Not Come Here To Do A Job, If I Wanted Prestige, I Would Have Found It In A Monastery
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં સપા નેતા મોઈન ખાનનું નામ સામે આવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે કડક વલણ દાખવ્યું છે. વિધાનસભામાં બોલતા તેમણે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
સીએમ યોગીએ કહ્યું કે, આ ઘટનાને હળવાશથી છોડવા જેવી નથી. રેપ કેસમાં સામેલ વ્યક્તિ ફૈઝાબાદના સાંસદ સાથે રહે છે. તેમની ટીમના સભ્ય છે. તેમ છતાં એસપીએ તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. આખરે શું મજબૂરી હતી? ગૃહને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે, હું અહીં નોકરી કરવા નથી આવ્યો, જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો તે મારા મઠમાં મળી જાત.
‘પ્રતિષ્ઠા જોઈતી હોત તો મઠમાં મળી જાત’
યોગી આદિત્યનાથે કહ્યું કે, જે લોકો રાજ્યના ઉદ્યોગપતિઓ અને દીકરીઓની સુરક્ષા સાથે સમાધાન કરવાનું કામ કરે છે, જેઓ રાજ્યમાં અરાજકતા ઊભી કરીને સામાન્ય લોકોનું જીવન દયનીય બનાવે છે, તે મારી જવાબદારી છે… હું અહીં નોકરી કરવા નથી આવ્યો. બિલકુલ નહીં. હું અહીં એ કહેવા માટે આવ્યો છું કે જો તેઓ આમ કરશે તો તેમને નુકસાન થશે. તેથી જ હું અહીં આવ્યો છું. આ લડાઈ સામાન્ય લડાઈ નથી. આ પ્રતિષ્ઠા માટેની લડાઈ પણ નથી. જો હું પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માગતો હોત, તો મેં તે મારા આશ્રમમાં પ્રાપ્ત કરી લીધી હોત. જોકે એની મને કોઈ જરૂર નથી.
CMએ સપા પર નિશાન સાધ્યું
યોગીએ ગૃહમાં કહ્યું કે, અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે બળાત્કારની ઘટના બની. સમાજવાદી પાર્ટીના નેતા મોઈન ખાન આ કૃત્યમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. તે અયોધ્યાના સાંસદ સાથે રહે છે. ઉઠે છે, ખાય છે અને પીવે છે, તેમની ટીમના સભ્ય છે. પાર્ટીએ તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. તે આવી ગંદી ગતિવિધિઓમાં સામેલ છે, પરંતુ તેમ છતાં તેને હળવાશથી લેવાનું કામ થાય છે.