1 કલાક પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમ મોદીનું કહેવું છે કે કેટલીક ઘટનાઓ અમેરિકા-ભારત સંબંધોને ખરાબ કરી શકશે નહીં.
તેમણે કહ્યું- જો આપણા દેશનો કોઈ નાગરિક બીજા દેશમાં સારું કે ખરાબ કામ કરે છે તો તેની જવાબદારી અમે લઈએ છીએ. અમને આ અંગે જાણ કરવામાં આવી છે તેથી અમે તપાસ કરવા તૈયાર છીએ. અમે કાયદાનું પાલન કરીએ છીએ.
હકીકતમાં અમેરિકી સરકારે આરોપ લગાવ્યો હતો કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે, હુમલો કયા દિવસે થવાનો હતો તે જણાવવામાં આવ્યું ન હતું. જૂન 2023માં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી જ અમેરિકન અધિકારીઓએ ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ભારત સરકારે 1 જુલાઈ 2020 ના રોજ UAPA હેઠળ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ પાસે કેનેડા અને અમેરિકાની નાગરિકતા છે.
કેટલીક ઘટનાઓને રાજદ્વારી સંબંધો સાથે ન જોડવી જોઈએ
મોદીએ કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં આ તત્વો ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે. વિદેશમાં સ્થિત કેટલાક ઉગ્રવાદી જૂથોની ગતિવિધિઓથી ભારત ચિંતિત છે. અમેરિકા સાથે અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ એ અમારી ભાગીદારીનો આધાર રહ્યો છે. કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે ન જોડવી જોઈએ.

આ તસવીર વિદેશ મંત્રી એસ જયશંકર (જમણે) અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીની છે. આ સમગ્ર મામલાની તપાસ માટે ભારત સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. તપાસના પરિણામોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ભારતવંશી સાંસદોએ કહ્યું હતું- પન્નુ કેસ સંબંધોને જોખમમાં મૂકી શકે છે
16 ડિસેમ્બર, 2023ના રોજ, પાંચ ભારતીય મૂળના સાંસદો એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે કહ્યું હતું કે જો પન્નુની હત્યાના કાવતરાના કેસમાં તપાસ કરવામાં નહીં આવે તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસી શકે છે. આ બહુ ગંભીર બાબત છે. ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવું ફરી ક્યારેય ન બને. ભારતે અમેરિકાની ધરતી પર આવા ષડયંત્રનું પુનરાવર્તન ન કરવું જોઈએ અને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવો જોઈએ.

આ તસવીર પાંચ ભારતીય મૂળના સાંસદોની છે. અમેરિકામાં અનૌપચારિક રીતે તેમનું જૂથ સમોસાકોકસ કહેવાય છે.
નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાના કાવતરાનો આરોપ છે
અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં 29 નવેમ્બરે ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી. જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તેમાં લખ્યું છે – ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાની યોજના બનાવવા કહ્યું હતું.

તસવીરમાં નિખિલ ગુપ્તા સામે દાખલ કરાયેલી ચાર્જશીટનું પ્રથમ-છેલ્લું પેજ દેખાઈ રહ્યું છે.
પન્નુની હત્યા માટે 83 લાખ રૂપિયામાં થઈ હતી ડીલ
ન્યૂયોર્ક પોલીસની જે ચાર્જશીટ સામે આવી છે તેમા લખ્યુ છે કે, એક ભારતીય અધિકારીના કહેવાથી નિખિલે પન્નુની હત્યા માટે જે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો તે એક અમેરિકન એજન્ટ હતો. આ એજન્ટે નિખિલની ઓળખ અન્ય ગુપ્ત અધિકારી સાથે કરાવી હતી, જેમાં પન્નુની હત્યા કરવાની વાત કરી હતી. અને તેના માટે લગભગ 83 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી.

ન્યૂયોર્ક પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં આ તસવીર સામેલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ હત્યા માટે એડવાન્સ તરીકે આપવામાં આવેલી
પન્નુએ કહ્યું- હું નિખિલ ગુપ્તાને ઓળખતો નથી
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આતંકવાદી પન્નુએ કહ્યું છે કે તે ન તો નિખિલ ગુપ્તાને ઓળખે છે અને ન તો ભારતીય અધિકારીને જાણે છે કે જેના પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. પન્નુએ કહ્યું- હું મૃત્યુથી ડરતો નથી. અમે અમેરિકામાં રહીએ છીએ, બહાદુરોનું ઘર અને મુક્તની ભૂમિ. તેણે કહ્યું- મને મારવાથી પણ ખાલિસ્તાનની માંગને અસર નહીં થાય.
પન્નુ કેસમાં ક્યારે અને શું થયું, ચાર્જશીટ મુજબ ટાઇમલાઇન
- મે 2023: યુએસ પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર, આ સમયે એક ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તાને નોકરી પર રાખ્યો હતો.
- 29 મે: નિખિલ ગુપ્તાએ પન્નુને મારી શકે એવી વ્યક્તિની શોધ શરૂ કરી. જોકે પન્નુને મારવા માટે રાખવામાં આવેલી વ્યક્તિ અમેરિકાનો અંડરકવર એજન્ટ હોવાનું બહાર આવ્યું છે. થોડાં અઠવાડિયાં સુધી નિખિલ ગુપ્તાએ આ અન્ડરકવર એજન્ટ સાથે પન્નુની હત્યાની પદ્ધતિ અને કિંમત વિશે ચર્ચા કરી.
- 9 જૂન : ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલા હિટમેનને એક વ્યક્તિ દ્વારા 15 હજાર ડોલર એટલે કે 12 લાખ 49 હજાર રૂપિયા રોકડા મોકલ્યા. હત્યા માટે આ એડવાન્સ પેમેન્ટ હતું.
- જૂન 11: ભારતીય અધિકારીઓએ ગુપ્તાને કહ્યું હતું કે પન્નુની હત્યા હજુ થઈ શકી નથી. ખરેખરમાં જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. એ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી બેઠકો થઈ રહી હતી. ગુપ્તાએ ફોન પર એમ પણ કહ્યું હતું કે 10 દિવસ સુધી કશું કરી શકાશે નહિ, નહીં તો દેખાવો શરૂ થશે.
- 12થી 14 જૂન: ગુપ્તાએ તેના પાર્ટનરને કેનેડામાં એક મોટા ટાર્ગેટ વિશે ફોન પર જણાવ્યું. તેણે કહ્યું હતું કે તે તેની વિગતો પછીથી શેર કરશે.
- 18 જૂન : કેનેડામાં કેટલાક લોકોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી. થોડા મહિનાઓ પછી કેનેડાએ આ હત્યા માટે ભારત પર આરોપ મૂક્યો.
- 19 જૂન : ગુપ્તાએ નિજ્જરની હત્યાનો વીડિયો અમેરિકામાં પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલા હિટમેનને મોકલ્યો. તેમણે લખ્યું- આ સારા સમાચાર છે, હવે રાહ જોવાની જરૂર નથી. ગુપ્તાએ હિટમેનને પણ કહ્યું હતું કે હવે ટાર્ગેટ વધુ સતર્ક રહેશે.
- 22 જૂન: યુએસ રાષ્ટ્રપતિએ ભારત સાથેના સંબંધો સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર માટે આમંત્રણ આપ્યું.
- 24થી જૂન 29: ગુપ્તાએ પન્નુને મારવાની યોજનાને આગળ ધપાવી. તેના પર નજર રાખવાનું શરૂ કર્યું.
- 30 જૂન: ગુપ્તા ભારતથી ચેક રિપબ્લિક ગયા, જ્યાં યુએસના કહેવા પર તેમની અટકાયત કરવામાં આવી.