46 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિશ્વવિખ્યાત તબલા વાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. તેઓ બે અઠવાડિયાથી સેન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 18 ડિસેમ્બરના રોજ ઝાકિર હુસૈનને સુપર્દે-એ-ખાક કરવામાં આવી શકે છે.
- આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નુસરત ફતેહ અલી ખાન સાથે એક તબલાવાદક જુગલબંદી કરતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તબલા વગાડી રહેલી આ વ્યક્તિ ઝાકિર હુસૈન છે.
- દાવા સાથે જોડાયેલી ટ્વિટ્સ અનેક વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યૂઝર્સે કરી છે.
વેરિફાઇડ એક્સ યૂઝર Sherlock Ohmsએ પોતાની ટ્વિટમાં લખ્યું- નુસરત ફતેહ અલી ખાન અને ઝાકિર હુસૈન. આ જબરદસ્ત જુગલબંદી પર એક નજર કરો. તેઓ છેલ્લાં લિજેન્ડ્સમાંના એક હતાં. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપડાએ પણ આ વાઇરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું- નુસરત ફતેહ અલી ખાન અને ઝાકિર હુસૈન ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
ત્યાં જ, TARIQUE નામના એક્સ યૂઝરે લખ્યું- ઉસ્તાદ ઝાકિર હુસૈન, ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન સાથે પરફોર્મ કરી રહ્યા છે. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
શું છે વાઇરલ વીડિયોનું સત્ય?
તપાસ દરમિયાન અમને ટ્વિટના કમેન્ટ સેક્શનમાં અનેક યૂઝર્સના કમેન્ટ મળ્યા. તેમાં લખ્યું હતું કે આ ઉસ્તાદ ઝાકિર હુસૈન નહીં પરંતુ પાકિસ્તાનના પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ તારી ખાન છે.
સ્ક્રીનશોટ જુઓ:
તપાસના આગલી તબક્કામાં અમે યુટ્યુબ પર ઉસ્તાદ તારી ખાન અને ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનની આ જુગલબંદી સાથે સંબંધિત વીડિયો સર્ચ કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે TheMrsinghh નામની યુટ્યુબ ચેનલે 6 ઓગસ્ટ 2011ના રોજ આ વીડિયો અપલોડ કર્યો હતો.
વીડિયોનું ટાઇટલ હતું- વોશિંગ્ટન ડીસીમાં ઉસ્તાદ તારી ખાન અને ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનનું લાઈવ પર્ફોર્મન્સ.
વિડિઓ જુઓ:
- સ્પષ્ટ છે કે વાઇરલ વીડિયોમાં ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન અને ઉસ્તાદ ઝાકિર હુસૈનની જુગલબંદીનો દાવો ખોટો છે. વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિનું નામ ઉસ્તાદ તારી ખાન છે જે પાકિસ્તાનના ચર્ચિત તબલાવાદક છે.
- નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને ઇમેઇલ @[email protected] અને 9201776050 આ નંબર પર વોટ્સએપ કરો.
આ આર્ટિકલ મૂળ Boom દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હતો (મૂળ આર્ટિકલની લિંક). શક્તિ કલેક્ટિવ હેઠળ દિવ્ય ભાસ્કર દ્વારા તેને ફરી પબ્લિશ કરવામાં આવી રહ્યો છે.