નવી દિલ્હી/દેહરાદૂન2 કલાક પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડના હરિદ્વારમાં એક પરિવારે પોતાના 5 વર્ષના કેન્સર પીડિત બાળકને ગંગામાં ડુબાડી દીધો. જેથી તેનું મૃત્યુ થઈ ગયું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. હરિદ્વાર પોલીસે બાળકના માતા-પિતા અને તેની કાકીને અરેસ્ટ કરી લીધા છે.
હરિદ્વાર શહેરના પોલીસ ચીફ સ્વતંત્ર કુમારે જણાવ્યું કે પરિવારે જણાવ્યું કે આરોપી કાકી બાળકને લઇને ગંગામાં લઇ ગઈ હતી. તેણે બાળકને પાણીની અંદર ડુબાડી દીધો. ત્યાં જ બાળકના માતા-પિતા મંત્ર જાપ કરી રહ્યા હતા. ત્યાં હાજર થોડાં લોકો તેમને જોઈ રહ્યા હતા.
વીડિયોમાં જોવા મળ્યું કે ઘણા સમય સુધી બાળકને જ્યારે બહાર કાઢવામાં આવ્યો નહીં તો લોકોએ મહિલાને રોકી. ત્યારે પણ તે માની નહીં તો લોકોએ બાળકને જબરદસ્તી ગંગાની બહાર કાઢ્યો. આ દરમિયાન બાળકની કાકીએ તે લોકો ઉફર હુમલો કરવાની કોશિશ કરી. ત્યાં જ બીજા એક વીડિયોમાં જોવા મળ્યું કે કાકી તે બાળકના મૃતદેહ પાસે બેઠી છે અને કહે છે કે બાળક જીવતો થઈ જશે. જોકે લોકોએ બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
જ્યારે થોડાં લોકોએ બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો તો તેની કાકીએ ગુસ્સો પણ કર્યો.
દિલ્હીમાં રહેનાર આ પરિવાર બુધવારે 23 જાન્યુઆરીએ સવારે લગભગ 9 વાગ્યે કેબથી હરિદ્વાર માટે રવાના થયો હતો. બાળકની સાથે તેના માતા-પિતા અને એક અન્ય મહિલા સંબંધી પણ હતી. થોડાં રિપોર્ટમાં તેની ઓળખ છોકરાની કાકી તરીકે થઈ છે.
હરિદ્વાર પોલીસે જણાવ્યું કે પરિવારે જણાવ્યું કે તેમના બાળકની દિલ્હીની એક હોસ્પિટલમાં કેન્સરની સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોએ હાર માની લીધી અને જણાવ્યું કે તેમના બાળકને બચાવી શકાશે નહીં. પરિવારનું માનવું હતું કે ગંગા નદી તે બાળકને ઠીક કરી શકે છે. એટલે બાળકને લઇને તેઓ અહીં આવ્યા હતાં.
પોલીસે બાળકના માતા-પિતા અને તેની કાકીની પૂછપરછ કરવા માટે તેમની ધરપકડ કરી છે.