3 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદીના ભત્રીજાએ ભજન લલકાર્યાં
રામસાગરના સથવારે કબીરના ભજનમાં મશગુલ આ યુવક PM મોદીનો ભત્રીજો સચિન છે. મિત્રો સાથે મહાકુંભ પહોંચેલો સચિન આધ્યાત્મિકતાના રંગે રંગાઈ ગયો. સામાન્ય શ્રદ્ધાળુની જેમ જ તે પ્રયાગરાજ પહોંચ્યો છે. અહીં એક શિબીરની બહાર ચટાઈ પાથરી મિત્રો સાથે ભજન લલકારી તેમણે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. કમ્પ્યૂટર એન્જિનિયર સચિન સાથે તેના બે મિત્રો પણ છે, જે બન્ને ચાર્ટર્ડ એકાઉન્ટ છે. આ વીડિયોમાં પિતા પંકજ મોદી પણ જોવા મળી રહ્યા છે. PM મોદીના ભત્રીજાનો આ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. લોકો સચિનની સાદગી અને ભક્તિભાવ વાળા અંદાજની પ્રસંશા કરી રહ્યા છે.