પુણે36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચિંચવાડમાં બનેલા આ લેબર કેમ્પમાં લગભગ 1200 મજૂરો રહે છે.
મહારાષ્ટ્રના પુણેમાં ગુરુવારે સવારે મજૂરના કેમ્પમાં બનેલી કામચલાઉ પાણીની ટાંકી તૂટી પડી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા હતા, જ્યારે 7 ઘાયલ થયા હતા. આ ઘટના પિંપરી ચિંચવાડ ટાઉનશિપ વિસ્તારમાં બની હતી, જ્યારે કેટલાક મજૂરો પાણીની ટાંકી નીચે સ્નાન કરી રહ્યા હતા.
પોલીસનું કહેવું છે કે કદાચ પાણીના દબાણને કારણે પાણીની ટાંકીની દિવાલ તુટી હતી, જેના કારણે ટાંકી પડી ગઈ. જેથી ત્યાં રહેલા મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
મજૂરોના કેમ્પની 2 તસવીરો…

મજૂરો માટે સદગુરુ નગરમાં હંગામી કેમ્પ બનાવવામાં આવ્યો.

અહેવાલો અનુસાર આ કેમ્પમાં લગભગ 1200 મજૂરો રહે છે.
પાણીની ટાંકી જમીનથી 12 ફૂટ ઉપર હતી અહેવાલો અનુસાર, પાણીની ટાંકી નવી બનાવવામાં આવી હતી. તે જમીનથી 12 ફૂટ ઉપર હતી. સવારે કામ પર જતા પહેલા કામદારો ટાંકી પાસેના નળ પર ન્હાવા માટે આવ્યા હતા. ત્યારે અચાનક ટાંકી તુટી પડતાં ન્હાવા આવેલા મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા. આ લેબર કેમ્પમાં બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના લગભગ 1000 થી 1200 મજૂરો રહે છે. કેટલાક મજૂરો ચાર-પાંચ દિવસ પહેલા જ આવ્યા છે.

તસ્વીર કેમ્પની એ જગ્યાની છે જ્યાં મજૂરો માટે ન્હાવા માટે ટાંકી બનાવવામાં આવી હતી.
અદાણી ગ્રુપના પ્રોજેક્ટ પર મજૂરો કામ કરતા હતા NCCL અદાણી ગ્રૂપ લાંડેવાડીમાં કાર્યરત છે. આ મજૂરો તે જગ્યાએ કામ કરતા હતા. તેઓ સવારે 8 વાગ્યે કામ માટે નીકળી જાય છે. જેથી તેઓ ન્હાવા માટે પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતા. આ સ્થળે એક સાથે 20 થી 25 મજૂરો એકસાથે સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં 60 મોબાઈલ ટોઈલેટ પણ લગાવવામાં આવ્યા હતા. સવારે જ્યારે ઘટના બની ત્યારે 20 થી 25 મજૂરો ન્હાવા ગયા હતા.