નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
અમૃતસરમાં કોલ્ડ વેવના કારણે લોકો આગ પ્રગટાવીને તાપણું કરતા દેખાય છે. અહીં તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.
ડિસેમ્બર અડધો પુરો થઈ ગયા બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી હિમવર્ષાને કારણે પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે.
IMD મુજબ, શુક્રવારે (15 ડિસેમ્બર) સવારે દિલ્હીમાં 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું હતું. દિલ્હીના સફદરજંગમાં તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ હતું. હરિયાણાનું હિસાર ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડું સ્થળ હતું. અહીં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

શુક્રવારે દિલ્હીના સફદરજંગમાં તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિલ્હી-પંજાબમાં ગાઢ ધુમ્મસ, UP, MPમાં પણ ધુમ્મસની ચાદર
IMD અનુસાર, લોધી રોડ, આયાનગર, કર્તવ્ય પથ સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શુક્રવારે સવારે પંજાબના અમૃતસરમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. અહીં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાતિલ ઠંડીના કારણે અમૃતસરના લોકો તાપણું કરતા જોવા મળ્યા હતા.
IMDએ જણાવ્યું હતું કે હરિયાણા, ચંદીગઢ, UP, MP, બિહાર, આસામ, મેઘાલય, ઉત્તર રાજસ્થાન અને ત્રિપુરામાં પણ મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું. ભારતના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને 500 મીટરથી ઓછી થઈ ગઈ છે.
IMDએ કહ્યું છે કે દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી હળવા ધુમ્મસની શક્યતા છે. આ અઠવાડિયા દરમિયાન આ તમામ વિસ્તારોના તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. જો કે, આગામી સપ્તાહ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે.

દિલ્હીમાં AQI સ્તર ગુરુવારે 326 પર હતું, જે શુક્રવારે સુધારો થયો હતો.
અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન જોવા મળ્યું છે. દક્ષિણ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા લો પ્રેશર એરિયા બનવાની શક્યતા હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે 16 ડિસેમ્બરથી ઉત્તર-પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર પર પશ્ચિમી ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિસ્તારોમે અસર થશે.

યુપીના પ્રયાગરાજમાં કોલ્ડ વેવની અસર, ધુમ્મસ છવાયું હતું.
કેરળ, લક્ષદ્વીપ અને તમિલનાડુમાં વરસાદની શક્યતા છે
IMD અનુસાર, તામિલનાડુમાં 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી વાવાઝોડું અને ભારે વરસાદની શક્યતા છે. કેરળ અને લક્ષદ્વીપમાં 17 ડિસેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. બંને રાજ્યોમાં આગામી બે સપ્તાહ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
જાણો રાજ્યોની સ્થિતિ…
રાજસ્થાનમાં તીવ્ર ઠંડીની ચેતવણી: જયપુર, અજમેર, અલવરમાં તાપમાનમાં ઘટાડો; કોટા, બારાંમાં સિઝનની સૌથી ઠંડી રાત

રાજસ્થાનમાં શિયાળો ચાલુ છે. અજમેર, અલવર, જયપુર સહિત અનેક શહેરોમાં આજે તાપમાનમાં ઘટાડો થયો હતો. અહીં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન વધીને 1.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે. બારાંમાં આજે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. પાલી, બિકાનેરમાં આજે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો…
સેનાએ સિક્કિમમાં ફસાયેલા 800 પ્રવાસીઓને બચાવ્યાઃ અચાનક વરસાદ અને હિમવર્ષાને કારણે તેઓ રસ્તામાં ફસાયા હતા

પૂર્વ સિક્કિમના ચાંગુ-નાથુલાની મુલાકાતે આવેલા 800થી વધુ પ્રવાસીઓ બુધવારે ખરાબ હવામાન અને હિમવર્ષાને કારણે ફસાયા હતા. આ પ્રવાસીઓમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે જ ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફસાયેલા પ્રવાસીને બચાવી લીધા હતા.
બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. તાપમાનનો પારો ગગડતાની સાથે જ રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાને કારણે વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી અને પૂર્વ સિક્કિમમાં પર્યટન સ્થળ ચાંગુ-નાથુલાની મુલાકાતે ગયેલા પ્રવાસીઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા.