નવી દિલ્હી14 કલાક પેહલા
- કૉપી લિંક
2023માં વિશ્વની સૌથી મોટી સમસ્યાઓમાંની એક ડીપફેક છે. તેનો ઉદ્દેશ્ય જુઠ્ઠાણાં ફેલાવવાનો, કોઈનું અપમાન કરવાનો અને પ્રોપેગેન્ડા ફેલાવવાનો છે. નેધરલેન્ડ સ્થિત વિઝ્યુઅલ થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની સેન્સિટી ડૉટ એઆઈ અનુસાર દર છ મહિને ફેક વીડિયોની સંખ્યા બમણી થતી જાય છે.
- સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ડીપફેકનું બજાર દર વર્ષે 35%ના દરે વધી રહ્યું છે અને 2030 સુધીમાં તે 8.33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.
- ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ કેપીએમજીના રિપોર્ટ અનુસાર ડીપફેક બનાવવા માટે એક લાખથી વધુ એઆઈ મોડલ આવી ચૂક્યા છે.
- ડીપકેફની ઓળખ કરનારાં પ્લેટફોર્મ માત્ર 3 હજાર જ છે જેમાંથી મોટા ભાગના એડવાન્સ્ડ એઆઈ દ્વારા ડીપફેકને શોધી શકતા નથી.
- જો તમને અસામાન્ય લાગતો કોઈ પણ એવો ફોટો કે વીડિયો આવે તો સાવધાન થઈ જાવ, તો તેને ફોરવર્ડ કરતા પહેલાં થોડી બાબતો ધ્યાનમાં લો, તો ડીપફેક શોધી શકાય છે.
ડીપફેકને પારખવા માટે આ 7 બાબતો ધ્યાનમાં લો… ડીપકેપમાં આંખ અને પાંપણ માણસોની જેમ પલકાવવામાં અસમર્થ છે. આંખોની પૂતળીઓ અસામાન્ય દેખાય છે.
હોઠનું હલનચલન:
ડીપફેકમાં બોલતી વખતે હોઠની હિલચાલ સાથે અવાજનો તાલમેલ બેસતો નથી. મોટા ભાગના ડીપફેક વીડિયોની લંબાઈ ટૂંકી હોય.
ત્વચા: ડીપફેક ફોટામાં ત્વચા ચમકતી લાગે છે; સામાન્ય ત્વચા પર વાળ અને કરચલીઓ જોઈ શકાય છે. ડીપફેકમાં ચહેરાની બાજુઓ પર દાગ જોઈ શકાય છે.
બેક-ગ્રાઉન્ડ: ડીપફેકમાં ઘણીવાર બેકગ્રાઉન્ડ સ્પષ્ટ હોતા નથી, લાઈટની સાથે બદલાય છે કારણ કે ડીપફેક જનરેટર ફક્ત ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આસપાસની વસ્તુઓ પર નહીં.
ચહેરો : અસલી ફોટામાં ચહેરાના હાવભાવ એક સમાન જોવા મળે છે, જોકે ડીપફેકમાં ચહેરો બ્લર જેવો દેખાય છે.
વાળ-કાન : સામન્ય રીતે ફોટોમાં વાળ સ્પષ્ટ દેખાય છે, ડીફકેપમાં બ્લર. કાન, ઈયરિંગ અને આંગળીઓ પણ ક્યારેક સ્પષ્ટ દેખાતી નથી.
પડછાયો-પ્રતિબિંબ : અસલી ફોટોમાં પડછાયો શરીરના હલન-ચલન મુજબ હોય છે, ડીપકેફમાં વિરુદ્ધમાં જોવા મળે છે.
સંદર્ભ : યુએસ હોમલેન્ડ સિક્યુરિટી અને એમઆઈટી ડીટેક્ટ ફેક પ્રોજેક્ટ.