નવી દિલ્હી35 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેજરીવાલે તેમની ધરપકડ વિરુદ્ધ કરેલી અરજી પર પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં 40 દિવસ પૂરા કર્યા છે. સુપ્રીમ કોર્ટ આજે એટલે કે 10 મેના રોજ તેનો ચુકાદો સંભળાવશે કે તેને જામીન આપવામાં આવશે કે નહીં. કેજરીવાલે તેમની ધરપકડ વિરુદ્ધ કરેલી અરજી પર પણ આજે સુનાવણી થશે.
7 મેના રોજ લંચ પહેલા થયેલી સુનાવણીમાં કોર્ટે કેજરીવાલના જામીનની શરતો નક્કી કરી હતી. કોર્ટે EDને કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ હાલમાં મુખ્યમંત્રી છે. ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે.
આ પછી કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો તમને જામીન આપવામાં આવશે તો તમે ઓફિશિયલ ડ્યુટી નહીં કરી શકશો. જો ચૂંટણી ન હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઉભો ન થાત. જો કે, 7મી મેના રોજ બેન્ચે કોઈ ચુકાદો આપ્યા વિના મુલતવી રાખી હતી. બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ 8 મેના રોજ કહ્યું હતું કે અમે શુક્રવારે જામીન પર ચુકાદો આપીશું.
આ પછી 9 મેના રોજ EDએ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટની ચૂંટણીની દલીલ પર EDએ કહ્યું કે કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા નથી. આ પહેલા કોઈપણ નેતાને પ્રચાર માટે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન મળ્યા નથી. પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી.
કેજરીવાલની કાનૂની ટીમે EDની એફિડેવિટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ED એફિડેવિટને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ખાસ કરીને આ બાબતે આખરી નિર્ણય સુપ્રિમ કોર્ટમાં લેવાનો છે અને સુપ્રીમ કોર્ટની મંજુરી લીધા વગર જ સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે .
7 મે પહેલા સુપ્રીમ કોર્ટમાં 4 વખત સુનાવણી થઈ
- 3 મેના રોજ સુનાવણી બે કલાક ચાલી હતી. આ લાંબી ચર્ચા પછી બેન્ચે કહ્યું હતું કે મુખ્ય કેસ એટલે કે કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો છે તેમાં સમય લાગી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ માટે વચગાળાના જામીન પર વિચાર કરી શકાય છે જેથી તેઓ પ્રચારમાં ભાગ લઈ શકે.
- 30 એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. EDને પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલા આવું કેમ કર્યું?
- 29 એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ED નોટિસ પર સવાલ પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે ED દ્વારા મોકલવામાં આવેલી નોટિસની અવગણના કેમ કરી? તમે ધરપકડ અને રિમાન્ડ સામે અહીં આવ્યા છો, તમે જામીન માટે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા. આના પર કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું હતું કે ધરપકડ ગેરકાયદેસર છે. EDના વકીલ એસવી રાજુએ કહ્યું કે તેણે અગાઉની કસ્ટડીનો વિરોધ પણ કર્યો ન હતો.
- 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે EDને નોટિસ આપી ધરપકડ પર તેનો જવાબ માંગ્યો હતો. સુનાવણી દરમિયાન એફિડેવિટમાં EDએ કહ્યું કે અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યા છતાં તેણે એજન્સીને સહકાર આપ્યો ન હતો. EDએ એમ પણ કહ્યું કે કેજરીવાલની ધરપકડ કોઈ દૂર્ભાવના અથવા અન્ય કારણોસર કરવામાં આવી નથી. ગુનાની તપાસ એ તપાસ એજન્સી માટે રિઝર્વ ક્ષેત્ર છે. તેમની ધરપકડ પણ તપાસનો એક ભાગ છે.
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરાઈ, 1 એપ્રિલથી તિહારમાં કેદ છે
EDએ કેજરીવાલની 21 માર્ચે લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી. EDએ તેમને 22 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે દિલ્હીના સીએમને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદમાં 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. 1 એપ્રિલે કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યા હતા.
લિકર પોલિસી કેસમાં કેજરીવાલને આ વર્ષે 27 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી અને 2023માં 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા હતા. જો કે, તે એકવાર પણ પૂછપરછ માટે ગયા ન હતા. નીચલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.
આ તસવીર 21 માર્ચની છે જ્યારે ED કેજરીવાલની ધરપકડ કરી રહી હતી.
આ કેસમાં સિસોદિયા જેલમાં, સંજય સિંહ જામીન પર છે
કેજરીવાલ પહેલા AAP નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી જેલમાં છે. ED દ્વારા 4 ઓક્ટોબર 2023ના રોજ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. 2 એપ્રિલે સુપ્રીમ કોર્ટે સંજય સિંહને જામીન આપ્યા હતા. તિહારમાં 6 મહિના રહ્યા બાદ તે 3 એપ્રિલે બહાર આવ્યા હતા.