- Gujarati News
- National
- Woman Naxal Shot Dead, INSAS Rifle And Ammunition Seized; Firing Continues From Both Sides
દંતેવાડા23 મિનિટ પેહલા
- કૉપી લિંક
બે દિવસ પહેલા સુકમામાં સુરક્ષા દળોએ 17 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. ઓપરેશન બાદ સાંજે જવાનો પરત ફર્યા હતા.
છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લાની બોર્ડર પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. જવાનોએ એન્કાઉન્ટરમાં એક મહિલા નક્સલીને ઠાર કરી છે. મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. બંને બાજુથી ફાયરિંગ ચાલુ છે.
સોમવારે સવારે, સુરક્ષા દળોની એક ટીમ નક્સલ વિરોધી કાર્યવાહીના ભાગ રૂપે નીકળી હતી. લગભગ 9 વાગ્યે જવાનોનો નક્સલીઓ સાથે સામનો થયો. બંને તરફથી ગોળીબાર શરૂ થયો. પોલીસે નક્સલવાદીઓ પાસેથી INSAS રાઇફલ્સ, દારૂગોળો અને રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. હાલમાં, વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચિંગ ચાલુ છે.
બે દિવસ પહેલા સુકમામાં 17 લોકોના મોત થયા હતા
સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને CRPFના 500-600 જવાનોએ 17 નક્સલીઓને ઠાર માર્યા હતા. આમાં 11 મહિલા નક્સલીઓ પણ સામેલ છે. આ એન્કાઉન્ટર કેરળપલ્લે પોલીસ સ્ટેશન વિસ્તારના ઉપમપલ્લીમાં થયું હતું.

સુકમા એન્કાઉન્ટર પછી, ડીઆઈજી કમલોચને કહ્યું કે 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે.
માર્યા ગયેલા નક્સલીઓમાં નક્સલી સંગઠનના SZCM- સ્પેશિયલ ઝોનલ કમિટીના સભ્ય જગદીશ ઉર્ફે બુધરાનો પણ સમાવેશ થાય છે. બુધરા પર 25 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે દરભા ઘાટીની ઝીરમ કાંડમાં સામેલ હતો. 2013માં બનેલી આ ઘટનામાં કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્મા સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ માર્યા ગયા હતા.
નક્સલવાદ પર વધુ એક પ્રહાર- અમિત શાહ
સુકમા એન્કાઉન્ટર પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અમારી સુરક્ષા એજન્સીઓએ સુકમામાં એક ઓપરેશનમાં 17 નક્સલીઓને ઠાર કર્યા હતા. ઓટોમેટિક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમે 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા માટે કટિબદ્ધ છીએ.
શાહે કહ્યું હતું કે પરિવર્તન શસ્ત્રો અને હિંસા દ્વારા આવી શકતું નથી, પરિવર્તન ફક્ત શાંતિ અને વિકાસ દ્વારા જ લાવી શકાય છે. નક્સલવાદીઓને શરણાગતિ સ્વીકારવા અને હથિયાર સરેન્ડક કરવાની અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 એપ્રિલે બસ્તરના દંતેવાડાની મુલાકાત લેશે. અહીં તેઓ નક્સલ કાર્યવાહી અંગે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે.
નક્સલી એન્કાઉન્ટર સંબંધિત આ સમાચાર પણ વાંચો…
નક્સલવાદીઓ 9 વર્ષના છોકરાઓ અને છોકરીઓને હથિયારો આપી રહ્યા છે: 130 છોકરાઓ અને છોકરીઓ સ્નાઈપર્સ ચલાવવાનું અને બોમ્બ બનાવવાનું શીખી રહ્યા છે

બસ્તરમાં નક્સલવાદીઓએ એક નવી ભરતી સિસ્ટમ વિકસાવી છે. પહેલા યુવાનો પર ફોકસ કરીને તેમનું બ્રેનવોશ કરવામાં આવતું હતું, પરંતુ હવે તેમની નજર બાળકો પર છે.
છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર માર્યા, જેમાં 25 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી સુધીર ઉર્ફે સુધાકરનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલા ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
રાશનની રાહ જોઈ રહ્યા હતા… મળતાં જ ઠેકાણું બદલી નાખતા: 26 નક્સલીઓ માર્યા ગયા, ગ્રામજનોએ કહ્યું – ગોળીબારનો અવાજ સાંભળીને અમે ઘરોમાં છુપાઈ ગયા હતા

છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર જવાનોએ 26 નક્સલીઓને ઠાર માર્યા. નક્સલવાદીઓ રાશનની રાહ જોઈ રહ્યા હતા, પછી જવાનોએ તેમને ઘેરી લીધા અને ઠાર કર્યા હતા.
નક્સલવાદીઓ દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર રાશનની રાહ જોઈ રહ્યા હતા. જેવું નક્સલીઓને રાશન મળી જતું, તેઓ પોતાનું ઠેકાણું બદલી નાખા, પરંતુ આત્મસમર્પણ કરેલા નક્સલી દિનેશનો ઇનપુટ એકદમ સચોટ નીકળ્યો. ઠેકાણું બદલતા પહેલા જવાનોએ નક્સલવાદીઓને ત્રણ લેયરમાં ઘેરી લીધા હતા.