હરદોઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
યુપીના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે વક્ફ જમીનો પાછી લેવામાં આવશે. આના પર હોસ્પિટલો, ગરીબો માટે ઘરો, શાળાઓ અને યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે. લેન્ડ બેંક રોકાણ માટે તૈયાર રહેશે. વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં થઈ રહેલી હિંસા અંગે મુખ્યમંત્રીએ હરદોઈમાં કહ્યું- લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. તેઓ શબ્દો સાંભળતા નથી. તોફાનીઓ ફક્ત લાકડીઓથી જ માનશે. જેમને બાંગ્લાદેશ ગમે છે તેઓ ત્યાં ચાલ્યા જાય.
તેમણે કહ્યું- બંગાળ સળગી રહ્યું છે, પરંતુ ત્યાંના મુખ્યમંત્રી તેમજ સપા અને કોંગ્રેસ ચૂપ છે. મમતા બેનર્જી તોફાનીઓને શાંતિદૂત કહે છે અને તેમને ધર્મનિરપેક્ષતાના નામે છૂટ આપી છે. આ પ્રકારની અરાજકતાને કાબૂમાં લેવી જ જોઇએ. હું ત્યાંની કોર્ટનો આભાર માનું છું, જેણે ત્યાંના લઘુમતી હિન્દુઓના રક્ષણ માટે પગલાં લીધાં છે.
યોગી મંગળવારે માધોગંજના રુઈયા ગઢી પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વાતંત્ર્ય સેનાની રાજા નરપત સિંહના વિજય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 650 કરોડ રૂપિયાના 729 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
સીએમ યોગીની 5 મોટી વાત-

સીએમ યોગીએ રડતા બાળકને રમકડું વગાડીને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
1. વક્ફ જમીન પર ગરીબો માટે ઘરો બનાવીશું વક્ફ જમીનો પાછી લેવામાં આવશે. આ જમીનો પર હોસ્પિટલો બનાવવામાં આવશે, ગરીબો માટે ઘરો બનાવવામાં આવશે અને ઊંચી ઇમારતો બનાવવામાં આવશે. અહીં શાળાઓ અને યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે અને રોકાણ માટે લેન્ડ બેંક તૈયાર કરવામાં આવશે, પરંતુ કોઈને પણ જમીન પર કબજો કરવા અને ગુંડાગીરી કરવા દેવામાં આવશે નહીં. લોકો ચિંતિત છે, કારણ કે જમીનના નામે ચાલી રહેલી લૂંટ હવે બંધ થવા જઈ રહી છે.
2. સપા-કોંગ્રેસ ચિંતિત છે કે હવે તેમના ગુંડાઓ ખાલી થઈ જશે આ લોકોને એટલે મુશ્કેલી થઈ રહીં છે, કેમ કે તેમના ગુંડાઓને હવે બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. તે ગુંડાઓ જે પહેલાં જનતાને લૂંટતા હતા, જેમણે ભસ્માસુર પાળી રાખ્યા હતા તેઓ હવે ડરી ગયા છે કે તે તેમને જ ન કરડી લે. જે અઢળક સંપત્તિ ભેગી કરવામાં આવી હતી એ લૂંટાઈ ન જાય, તેથી તેઓ વક્ફના નામે જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેઓ લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગેરમાર્ગે જવાની કોઈ જરૂર નથી. આપણે બંધારણ અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના આદર્શોમાં વિશ્વાસ રાખવો પડશે અને વિકાસની પ્રક્રિયામાં જોડાવું પડશે.

સીએમ યોગીએ કહ્યું- કોઈને પણ જમીન પર કબજો કરવા અને ગુંડાગીરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
3. તોફાનીઓ માટે એકમાત્ર ઉપાય લાઠી છે પહેલાં રોજગારનો અભાવ અને અરાજકતા હતી. અમે યોજનાઓ સાથે આગળ વધ્યા છીએ. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. પહેલાં લોકોને સ્થળાંતર કરવું પડતું હતું, પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. 2017 પહેલાં ઉત્તરપ્રદેશમાં દર બીજા કે ત્રીજા દિવસે રમખાણો થતાં હતાં. આ તોફાનીઓનો એકમાત્ર ઈલાજ લાઠી છે, લાઠી વગર તેઓ નહીં માને.
4. આ લોકો ભારતની ધરતી પર બોજ છે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીએમસી બધા મુર્શિદાબાદ અંગે મૌન છે. તેઓ એક પછી એક ધમકીઓ આપી રહ્યા છે અને બાંગ્લાદેશમાં જે બન્યું એનું સમર્થન કરી રહ્યા છે. જો તેમને બાંગ્લાદેશ ગમે છે તો તેમણે ત્યાં જવું જોઈએ. આવા લોકો ભારતની ધરતી પર બોજ બની ગયા છે.

સીએમ યોગીએ બાળકને ખોળામાં લીધું અને તેને ખીર ખવડાવી.
5. હરદોઈની પ્રતિભાને ઓળખવામાં આવશે
હરદોઈમાં મેડિકલ કોલેજ સંપૂર્ણપણે તૈયાર છે અને નર્સિંગ કોલેજ પણ ટૂંક સમયમાં શરૂ થશે. ગંગા એક્સપ્રેસ વેનો 99 કિમીનો ભાગ હરદોઈમાંથી પસાર થશે, જેનાથી દિલ્હી અને પ્રયાગરાજ વચ્ચેનું અંતર ઘટશે. હરદોઈની સરહદ પર પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે, જે લાખો લોકોને રોજગાર આપશે અને અહીંના કૌશલ્યને માન્યતા મળશે.
હવે લોકોને રોજગાર માટે બહાર જવું પડશે નહીં, એના બદલે બીજાં રાજ્યોના લોકો હરદોઈ આવશે. ડબલ એન્જિન સરકાર વારસાનું સન્માન કરે છે અને વિકાસને વેગ આપે છે. પ્રયાગરાજ મહાકુંભ એનું એક ઉદાહરણ છે, જ્યાં 66 કરોડથી વધુ ભક્તો પહોંચ્યા હતા. એ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને આગામી બે વર્ષમાં આપણે ત્રીજા સ્થાને હોઈશું.