- Gujarati News
- National
- You Will Be Able To Enjoy A Pleasant Journey In 30 Degrees, The First Look Of Jammu And Kashmir Vande Bharat Has Surfaced, VIDEO
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશના ખૂણા-ખૂથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ચલાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર વંદે ભારત એક્સ્રેસ ટ્રેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને રેલમંત્રી અશ્ચિની વૈષ્ણવે પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જમ્મુ-કાશ્મીર વંદે ભારતના ફીચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. આ ટ્રેનની સ્પીડ -30 ડિગ્રીમાં પણ ઘટશે નહીં. ટ્રેનમાં એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે ટ્રેનની વિન્ડોમાં બરફ જામશે નહીં.
જમ્મુ-કાશ્મીર સાથે સારી કનેક્ટિવિટી અને વાહનવ્યવહારને સરળ બનાવવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની યોજના છે, જેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેન શરૂ થવાથી જમ્મુથી શ્રીનગરની વચ્ચેનો યાત્રાનો સમય ઘટીને માત્ર 3 કલાક 10 મિનિટનો રહી જશે. જમ્મુથી શ્રીનગરની વચ્ચે શરૂ થનારી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં ચાલી રહેલી અન્ય વંદે ભારત ટ્રેનથી અલગ છે. જેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. અંદરથી અનેક ફીચર્સ સાથે એક લક્ઝરી ટ્રેનની સુવિધા આપી શકે છે. ચાલો જાણીએ એમાં કયા કયા ફીચર્સ છે.
આ ટ્રેનમાં ફીચર્સ કયા કયા છે? J&K વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. એના ફીચર્સ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને ખાસ બનાવવા માટે ટ્રેનના કોચમાં વોટરટેંક સિલિકોન હીટિંગ પેડ, હીટિંગ પ્લંબિગ પાઇપ લગાવવામાં આવ્યાં છે. આ બંને ફીચર્સ ભારે ઠંડીમાં પણ પાણીને જામ થવા દેશે નહીં. વીડિયોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે નવી વંદે ભારતના ડ્રાઇવર કેબિનમાં ટ્રિપલ એર વિન્ડ સ્ક્રીન આપવામાં આવી છે, એના મિડલ પાર્ટમાં હીટેડ ફિલામેન્ટ આપવામાં આવ્યા છે, એ બરફ વચ્ચે પણ ખૂબ જ કારગર છે.
કાચ પર બરફ જામશે નહીં લોકો પાયલોટ કેબિનમાં કાચ પર ગરમ ફિલામેન્ટ લગાવવામાં આવે છે, જેના કારણે બરફ બનવાની સમસ્યા નહીં થાય. ભારે ઠંડીમાં પણ કાચ ગરમ રહેશે. ઠંડીથી બચવા માટે ટ્રેનના વોશરૂમમાં હીટર પણ લગાવવામાં આવ્યા છે. તમે માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં પણ આ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. કોચની બારીઓમાં હીટિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. કોચને ગરમ રાખવા માટે એમાં હીટર પણ લગાવવામાં આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીરમાં ઠંડીને જોતાં ટ્રેનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે દેશની આ પ્રકારની સુવિધાઓ ધરાવતી ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત આરામદાયક 360 ડ્રાઇવેબલ સીટ, ચાર્જિંગ પોઈન્ટ, એક બોગીથી બીજી બોગી વચ્ચે ઓટોમેટિક દરવાજા અને અન્ય વસ્તુઓ આપવામાં આવી છે.
ટ્રેનનું શૌચાલય વિમાન જેવું આ ઉપરાંત તમામ વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેન પણ ટીવી અથવા મ્યુઝિક સિસ્ટમ જેવી મનોરંજન સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બાયો-વેક્યૂમ શૌચાલય, એટલે કે ટ્રેનમાં એરોપ્લેન જેવા શૌચાલય છે, જે ઓછા પાણીનો ઉપયોગ કરે છે.
વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે તેમણે વધુમાં કહ્યું હતું કે ટ્રેનની વિન્ડશીલ્ડ ઓટોમેટિક ગરમ થાય છે, તેથી તેના પર બરફ જામશે થશે નહીં. વિન્ડશીલ્ડને ગરમ રાખવા માટે માઈક્રો એલિમેન્ટ લગાડવામાં આવશે. જ્યારે વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે, જેથી જામી ગયેલા બરફને યોગ્ય રીતે સાફ કરી શકાય. વધુમાં, આઇસ કટરનો ઉપયોગ ટ્રેકને સાફ કરવા માટે કરવામાં આવશે.
એર ડ્રાયર બ્રેક્સ પણ લગાવવામાં આવી આ ઉપરાંત આ ટ્રેનમાં એર ડ્રાયર બ્રેક્સ પણ લગાવવામાં આવી છે, જેથી નીચા તાપમાન અને બરફમાં બ્રેકમાં ભેજ ન રહે. ગરમ પાણી માટે ઇન્ડક્શન સાથે વોશરૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી પાણી ગરમ રહે એ માટે 10 લિટરની ટાંકી વીજળી વગર પણ ગરમ રહી શકે છે.
જમ્મુથી શ્રીનગર 4-5 કલાકમાં પહોંચી શકાશે આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે. ટ્રેન તૈયાર છે, માત્ર મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળતાં જ ટ્રેનનું સંચાલન શરૂ થઈ જશે. તેમણે આગળ કહ્યું હતું કે ટ્રેન શરૂ થતાં જમ્મુથી શ્રીનગર 4-5 કલાકમાં પહોંચી શકાશે છે, જ્યારે રોડ માર્ગે 8-9 કલાકનો સમય લાગે છે.