12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંગળ એટલે જ શુભ. આમ છતાં લગ્નજીવનને લઈને મંગળ નામનો ગ્રહ અતિ વિવાદાસ્પદ રહ્યો છે. લગ્નમાં વિઘ્ન માત્ર અને માત્ર મંગળ નામનો ગ્રહ જ કરે છે. મંગળ ગ્રહના કેટલાક હિત્વાંછુ દ્વારા આવું વિવાદાસ્પદ નિવેદન વારંવાર કરવામાં આવે છે. મંગળ ગ્રહને બદનામ કરી અને સંતાનોના મા બાપને લગ્ન બાબતે મંગળને લઈને ભડકાવવામાં આવે છે એટલે કે મંગળએ જ્યોતિષીઓ માટે કમાઉ દીકરો છે. સામાન્ય રીતે કુંડળીમાં પ્રથમ, ચતુર્થ,સપ્તમ,અષ્ટમ અને વ્યય સ્થાનમાં મંગળ હોય તો તેને મંગળદોષ કહેવામાં આવે છે પરંતુ ડો. પંકજ નાગર જણાવે છે કે મંગળ દોષના કેટલાક અપવાદ પણ છે અને આવા અપવાદ વાળા મંગળને મંગળદોષ કહી શકાય નહીં. મંગળ સામે શનિ અને રાહુ કે સૂર્ય જેવા ગ્રહોને બેસાડીને લગ્નજીવનનું કે વર વધુનું મેચ મેકિંગ કે ટ્યુનિંગ કરવું જોઈએ નહીં, અન્યથા તેના પરિણામ લગ્નજીવનમાં અતિ ગંભીર આવે છે. સંપૂર્ણ માહિત જાણવા માટે જુઓ વીડિયો..