28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાગણ વદ અમાસને 29 માર્ચનો દિવસ વિક્રમ સંવત 2081નો અવિસ્મરણીય દિવસ ગણાશે. આ દિવસે વિક્રમ સંવતનું બીજું ગ્રહણ, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે અને ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે 9:50 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો યોગ 278 વર્ષ પછી સર્જાયો છે. શનિના મીનપ્રવેશની સાથેસાથે મેષની સાડાસાતીની પનોતી શરૂ થશે જ્યારે મીનનો પનોતીનો બીજો અને કુંભનો ત્રીજો તબક્કો શરૂ થશે. એ સિવાય સિંહ અને ધન રાશિની નાની એટલે કે અઢી વર્ષની પનોતી શરૂ થશે.
જળપ્રલય, ત્સુનામી કે ભૂસ્ખલનના એંધાણ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, મીન રાશિમાં પહેલેથી જ અન્ય ગ્રહોના ભ્રમણ હોવાને કારણે 29 અને 30 માર્ચ એમ 2 દિવસ મીનમાં સૂર્ય, ચન્દ્ર, બુધ, શુક્ર, શનિ અને રાહુ એમ એકસાથે 6 ગ્રહ ભ્રમણ કરશે. તે જ રીતે 29 માર્ચથી 13 એપ્રિલ સુધી મીન રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર, શનિ અને રાહુ એમ 5 ગ્રહ ભ્રમણ કરશે. આથી જળપ્રલય, ત્સુનામી કે ભૂસ્ખલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. (આશિષ અજિતરાય આચાર્ય સાથે થયેલી વાતચીતના આધારે)
શનિ મહારાજની પનોતીનું ગણિત આ રીતે સમજો જ્યોતિષાચાર્ય આશિષ રાવલ કહ્યું કે- સૌરમંડળમાં માત્ર શનિ ગ્રહની જ પનોતી બેસતી હોય છે. આ પનોતી મોટી અને નાની, એમ બે પ્રકારની હોય છે. પનોતી હંમેશાં ચંદ્ર રાશિથી ગણવામાં આવે છે. દરેક રાશિમાં દર 30 વર્ષે પનોતી આવતી હોય છે. અઢી વર્ષના ત્રણ તબક્કા એટલે કે કુલ સાડાસાત વર્ષની મોટી પનોતી ગણાય છે, જેને સાડાસાતી કહે છે. સાડાસાતીની પનોતી બહુ અઘરી હોય છે. બીજી, અઢી વર્ષના બે તબક્કા મળીને 5 વર્ષની નાની પનોતી ગણાય છે. મેષ રાશિને છેલ્લે 1996માં પનોતી આવી હતી. મેષ રાશિનો અઢી વર્ષનો પહેલો તબક્કો શરૂ થશે.



શનિનું મીન રાશિમાં અઢી વર્ષનું ભ્રમણ કેવું રહેશે તથા કયા ઉપાયો કરવા?












શનિ અને રાહુની યુતિ
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયાના જણાવ્યાનુસાર, શનિ+રાહુની મીન રાશિ યુતિ તા.29/03/2025થી તા.18/05/2025 દરમિયાન થશે. આ પહેલા મીન રાશિમાં જાન્યુઆરી 1968થી માર્ચ 1969 સુધી થયેલી હતી.
અગાઉ થયેલી શનિ-રાહુની યુતિ
- તુલા રાશિમાં ડિસેમ્બર 2012થી જુલાઈ 2014માં થઈ હતી
- મકર રાશિમાં ડિસેમ્બર 1990થી માર્ચ 1991માં થઈ હતી
- સિંહ રાશિમાં નવેમ્બર 1978થી ઓક્ટોબર 1979માં થઈ હતી
- વૃશ્ચિક રાશિમાં નવેમ્બર 1955થી માર્ચ 1957માં થઈ હતી
હવે પછી આ યુતિ,
- કર્ક રાશિમાં એપ્રિલ 2036થી સપ્ટેમ્બર 2036માં થશે
- ધન રાશિમાં ફેબ્રુઆરી 2047થી ઓગસ્ટ 2048માં થશે
જ્યોતિષશાસ્ત્રમાં શનિ+રાહુની યુતિને અશુભ શ્રાપિત યોગ કહેવાય છે જે ઉતાર-ચઢાવની સ્થિતી સર્જે છે. શેરબજારમાં થોડીક તેજીના સંકેત છે. સોના-ચાંદીમાં ભાવ તેજી તરફ આગળ વધશે. એગ્રો કોમોડિટીમાં એરંડા, તલ, સરસવ, મરચા, મરી, ધાણા જેવી વસ્તુઓના ભાવ થોડો વધે તેવું બની શકે છે.
