ભગવદ્ ગીતાની સાયકોલૉજી
એક અભૂતપૂર્વ વ્યાખ્યા 700 શ્લોકોના સંપૂર્ણ સાર સાથે
બેસ્ટરોલિંગ ઓથર દીપ ત્રિવેદી, જેમને ભગવદ્ ગીતાની સાયકોલૉજી પર કરેલા તેમના કાર્યો માટે ઑનરરી ડૉક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે તથા ગીતાની સાયકોલૉજી પર ૧૬૮ કલાક સુધી વર્કશૉપ્સ કરવાનો આંતરરાષ્ટ્રીય રેકૉર્ડ પણ જેમના નામ પર અંકિત છે, તેમનું તાજેતરમાં જ રિલિઝ થયેલું નવું પુસ્તક ‘હું ગીતા છું’, કે જે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં એકસાથે ઉપલબ્ધ છે, આજકાલ દેશભરના વાચકો દ્વારા વિશેષ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘હું ગીતા છું’ ન માત્ર એમેઝોન પર ટૉપ સેલર છે, પરંતુ દેશના બધાં જ મુખ્ય બુક સ્ટોર્સ પર પણ એ બેસ્ટસેલર છે. પોતાના આ પુસ્તક પર વિચાર વ્યક્ત કરતા દીપ ત્રિવેદી કહે છે કે, જોકે ભગવદ્ ગીતાને સર્વાધિક વાંચવામાં આવે છે, પરંતુ તેના વાસ્તવિક અર્થને સમજનારા લોકો નહિવત્ છે. આવું એટલા માટે કારણ કે મોટાભાગના લોકો ગીતાના સાયકોલૉજિકલ પાસાંની અવગણના કરી નાખે છે, ત્યારે મારું એ દ્રઢ માનવું છે કે ભગવદ્ ગીતાના સાયકોલૉજિકલ ઊંડાણોને સમજ્યા વગર ગીતાના વાસ્તવિકસારને સમજવો અશક્ય છે. દીપ ત્રિવેદીએ આ અંગે અમદાવાદમાં 21મી સપ્ટેમ્બરે AMA એ ખાતે સાંજે 6-30 કલાકે, 24મી સપ્ટેમ્બરે કર્ણાવતી ક્લબ ખાતે સવારે 11-30 કલાકે તથા 25મી સપ્ટેમ્બરે નિરમા યુનિવર્સીટી ખાતે ૩-૩૦કલાક દરમિયાન આ પુસ્તક અંગે વધુ માર્ગદર્શન આપ્યું.
આગળ તેઓ આ વાતનું ઉદાહરણ આપતા કહે છે કે કૌરવોનો વધ કરવા આતુર અર્જુન અચાનક કૃષ્ણને કહે છે કે ”રાજ્ય પ્રાપ્ત કરવા માટે ના તો હું ભાઈઓને મારવા માગું છું અને ના તો કોઈ હિંસા કરવા માગું છું. હવે આનાથી મોટો યુ-ટર્ન હોય જ નથી શકતો! અને ગીતા સમજવી હોય તો સૌથી પહેલા એ સમજવું જ પડશે કે અર્જુને આટલો મોટો યુ-ટર્ન લીઘો કેમ? સાચું કહું તો ગીતા અર્જુને લીધેલ આ ૧૮૦ ડિગ્રીના સાયકોલૉજિકલ ટ્રિસ્ટથી શરૂ થાય છે અને પછી સંપૂર્ણ ગીતા દરમિયાન અર્જુન વારંવાર આવા જ અનેક સાયકોલૉજિકલ યુ-ટર્ન લેતો રહે છે, અને કૃષ્ણ અર્જુને લીધેલા પ્રત્યેક યુ-ટર્નનું સમાધાન કરતા-કરતા આગળ વધે છે. હકીકતમાં આ જ ગીતા છે, અને આ બધાં ટ્વિસ્ટ્સ અને યુ-ટર્ન જ ગીતાનો આત્મા છે. અને ‘હું ગીતા છું’ માં મેં આ તમામ ટ્વિસ્ટ અને યુ-ટર્ન ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે. ચોક્કસપણે આનાથી ગીતાના આત્મા સુધી પહોંચવું દરેકને માટે સહેલું થઈ જશે. સૌથી મોટી વાતે એ કે અર્જુનના મનમાં આવી રહેલા સાયકોલૉજિકલ પરિવર્તનોને સમજીને તમે પોતાના અને બીજાઓના મનમાં આવી. રહેલા તમામ સાયકોલૉજિકલ ફિસ્ટ્સ અને ટર્ન સમજવાનું શરૂ કરી દેશો. અને આજના પ્રોફેશનલ યુગમાં આ અત્યંત જરૂરી છે.
ચર્ચાને આગળ વધારતા દીપ ત્રિવેદી અર્જુનને કવોટ કરતા કહે છે કે ‘ભાઈઓ અને ગુરુઓને મારવું ખોટું છે તથા ધર્મશાસ્ત્ર પણ એમ જ કહે છે.” આ વાત અર્જુનની સાથોસાથ કદાચ તમને પણ સાચી લાગી શકે છે. એવામાં એ સમજવું આવશ્યક બની જાય છે કે ‘કૃષ્ણ’ અર્જુનની આ વાતો સાથે સંમત કેમ ન થયા? વિચારવાયોગ્ય વાત એ પણ છે. કે કૃષ્ણની જગ્યાએ જો અન્ય કોઈ હોત, તો કદાચ તે પણ અર્જુનની વાતો સાથે સંમત થઈ જાત. કદાચ તે અર્જુનને શાબાશી પણ આપત. આવામાં કૃષ્ણનું અર્જુનની વાર્તાથી પ્રભાવિત ન થવું ગૂઢાર્થ ઘરાવે છે. અને કૃષ્ણના આ જ ગૂઢાર્થ ભગવદ્ ગીતાને સૌથી અનોખો અને અદ્ભૂત ગ્રંથ બનાવે છે. ગીતા તમારા મન કે તમારી માન્યતાની વાત નથી કહેતી, બલ્કે મન, જીવન અને પ્રકૃતિની અંતિમ સચ્ચાઈ જણાવે છે… અને સાચું કહું તો એટલે જ યુગોથી ગીતા સ્પિરિચ્યુંઆલિટીની સાથે-સાથે સાયકોલૉજીની પણ સરતાજ છે.
આજના આધુનિક જીવનમાં ગીતા કેવી રીતે ઉપયોગી છે, એ પ્રશ્નના જવાબમાં દીપ ત્રિવેદી કહે છે કે ગીતામાં કૃષ્ણએ અર્જુનને તીર ચલાવવાનું નહોતું શીખવ્યું. અર્જુન તીર ચલાવવામાં પહેલાથી નિપુણ હતો. એકંદરે સમજીએ તો અર્જુનની સમસ્યા પોટેન્શિયલ નહીં, પરફૉર્મન્સ હતી. અને આજના મનુષ્યની સમસ્યા પણ પ્રતિભા નહીં,
ગીતા એક એવો ગ્રંથ છે જેમાં સ્પિરિચ્યુઆલિટીની સાથે-સાથે ડે-ટૂ-ડે સાયકોલૉજીનો પણ ભરપૂર તડકો છે.
પ્રતિભાશાળીઓની તો આજે કોઈ અછત નથી. બસ અણીને સમયે પર્ફોર્મ કરવામાં સહુ થાપ ખાઈ રહ્યા છે. અને ગીતા આપણી સાયકોલૉજીને પાવરફુલ કરીને આપણાં ઑલ-રાઉન્ડ પરફૉર્મન્સ નિખારવામાં સહાયતા કરે છે. અને અંતમાં તેઓ ભાર દઈને કહે છે કે “હું ગીતા છું’ ને વાંચ્ય પછી લોકો ભગવદ્ ગીતાના સંપૂર્ણ ૭૦૦ શ્લોકોના સાયકોલૉજિકલ સારને ખૂબ જ સરળતાથી સમજી જશે. પછી તેઓ ભગવદ્ ગીતાના એટલા માસ્ટર તો થઈ જ જશે કે જાતે ગીતાના ગહન અર્થોને સમજવા શરૂ કરી દેશે. અને આ જરૂરી એટલા માટે છે કેમકે ગીતાના ઊંડાણોનો કોઈ અંત નથી. સાથે જ સૌથી મોટી વાત એ છે કે મેં આ પુસ્તક ફર્સ્ટ પર્સનમાં લખ્યું છે, એટલે કે આમાં અર્જુન સવાલ પણ હું થી પૂછે છે તથા કૃષ્ણ જવાબ પણ ‘હું’ થી જ આપે છે, આનાથી વાચકોને એવું લાગશે કે જાણે તેઓ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ કુરૂક્ષેત્રના મેદાનેથી લાઈવ સાંભળી રહ્યા છે. એકંદરે આ જ બધી વાતો ‘’હું ગીતા છું”ને એક અદ્ભુત પુસ્તક બનાવે છે.