36 મિનિટ પેહલા
- કૉપી લિંક
2025 ની શરુઆતમાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે અને દુર્લભ સંયોગ બનશે. જેમાં સૂર્ય અને શનિ દેવની યુતિ સામેલ છે. વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવની સાથે યુતિ બનશે. 12 ફેબ્રુઆરી 2025એ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિ દેવ પહેલેથી બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં પિતા-પુત્ર સૂર્ય-શનિની યુતિને એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે. આ અંગે વિસ્તારથી જાણીએ.
સૂર્ય-શનિનો સંબંધ સૂર્યને સાત્વિકતા અને શુભતા ફેલાવનાર ગ્રહ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. જ્યારે શનિને તામસિક અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને અંધકાર પેદા કરે છે. પ્રકાશ અને અંધકારનું મિલન હોવાના પરિણામ ખૂબ વિચિત્ર હોય છે. તેનાથી સૂર્ય પણ દૂષિત થાય છે અને શનિ પણ. સૂર્ય-શનિનો સંબંધ બે સંબંધો પર વિશેષ અશુભ અસર નાખે છે. આ પિતા-પુત્ર અને પતિ-પત્નીના સંબંધો પર નકારાત્મક અસર પેદા કરે છે. ઘણા મામલે આ આરોગ્યની વિશેષ સમસ્યાઓ પણ પેદા થાય છે.
સૂર્ય-શનિની યુતિની આરોગ્ય પર અસર અને તેના ઉપાય સૂર્ય-શનિની દુર્લભ યુતિના કારણે હાડકાંઓની સમસ્યા થઈ શકે છે. ક્યારેક નસો અને નાડી તંત્રની સમસ્યા પણ થઈ જાય છે. આ સંબંધિત નેત્ર જ્યોતિ માટે પણ સારું માનવામાં આવ્યું નથી.જેના માટે દરરોજ સવારે પીપળાના વૃક્ષમાં અને સૂર્ય દેવને જળ અર્પણ કરો. દરરોજ સવારે સૂર્ય દેવના મંત્રનો જાપ કરો. સાથે જ સંધ્યાકાળે શનિ મંત્રનો પણ જાપ કરો. શનિવારે ભોજનની વસ્તુઓનું દાન પણ કરો.
કઈ રાશિઓ માટે લાભકારક રહેશે આ યુતિ આ યુતિ મેષ, ધન અને કન્યા રાશિના જાતકોને શુભ સંકેત અને સમાચાર આપનારી બનશે. આ ત્રણ રાશિના જાતકોના અટકેલાં કામ, નવા મકાનના વાહનના આયોજન સફળતાપૂર્વક પાર પડશે. વિઝા,પાસપોર્ટ અને વિદેશયાત્રાના કામ ઉપરાંત લગ્ન વિવાહના કાર્ય પણ પૂર્ણ થશે. બાકીની રાશિના જાતકો માટે આ યુતિનું ભ્રમણ તટસ્થ રેહશે. જે જાતકોનો જન્મ ફેબ્રુઆરી અને માર્ચ તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયો હોય તેમણે પણ તન મન ધનથી ધ્યાન રાખવું જરૂરી બનશે.