45 મિનિટ પેહલા
- કૉપી લિંક
સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે. મહાકુંભ મેળામાં દેશ અને દુનિયામાંથી શાહી સ્નાન કરવા માટે આવે છે. આ મેળામાં દુનિયાભરના નાગા સાધુઓ પણ ભાગ લે છે. 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. મહાકુંભ ચાર પવિત્ર યાત્રાધામ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. આ મેળો દર 12 વર્ષે ભરાય છે. મહાકુંભ મેળો પોષ પૂર્ણિમાના દિવસથી શરૂ થશે. આ વર્ષે પહેલા દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે.
મહાકુંભ મેળો કેટલા દિવસ સુધી ચાલશે? મહાકુંભ મેળો 13 જાન્યુઆરી, સોમવારના રોજ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થશે. એવી માન્યતા છે કે મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. જ્યારે 26 ફેબ્રુઆરી 2026ના રોજ સમાપ્ત થશે. આ દિવસે મહાકુંભનું અંતિમ શાહી સ્નાન કરવામાં આવશે.
મહાકુંભ 2025 શાહી સ્નાનની તારીખો
મહાકુંભનો પ્રથમ દિવસ ખાસ જે દિવસે મહાકુંભ શરૂ થાય છે તે દિવસે રવિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે સ્નાન અને દાનનું મહત્વ વધી જાય છે. મહાકુંભના પ્રથમ દિવસે સવારે 07:15 થી 10:38 સુધી રવિ યોગ રહેશે. હિન્દુ ધર્મમાં રવિ યોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.