36 મિનિટ પેહલા
- કૉપી લિંક
સનાતન ધર્મમાં વિવાહ સંસ્કાર માટે શુભ મુહૂર્તની રાહ જોવામાં આવે છે. જ્યોતિષવિદો અનુસાર જે લગ્ન શુભ મુહૂર્ત વગર કરવામાં આવે છે, તે સફળ થવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે. જેના કારણે દરેકના માતા-પિતા પોતાના બાળકોના વિવાહ નક્કી કરીને યોગ્ય મુહૂર્તની રાહ જોતા હોય છે.
વિક્રમ સંવત 2081ના નવા વર્ષમાં દેવદિવાળી બાદ લગ્ન ગાળાનો પ્રારંભ થાય છે, ત્યારે વર્ષ 2024ના અંત અને 2025માં કુલ કેટલા લગ્નના મુહૂર્તો છે અને કઈ કઈ તારીખોમાં લગ્ન સંભવ છે. આ માટે દિવ્ય ભાસ્કરે જ્યોતિષાચાર્ય આશિષ રાવલ સાથે વાતચીત કરી હતી. તેમણે લગ્નના મુહૂર્તોને લઇને વિગતે માહિતી આપી છે.વિક્રમ સંવત 2081માં 15 નવેમ્બરના રોજ દેવદિવાળી બાદ લગ્નગાળો શરૂ થશે, જે જૂન 2025 સુધીના મુહૂર્તો મળી રહ્યા છે. વિક્રમ સવંત 2081 માં કુલ 70 લગ્નના મુહૂર્ત છે. જેમાં સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્ત છે.
નવેમ્બર- ડિસેમ્બરમાં વિવાહના શુભ મુહૂર્ત 16, 17, 18, 22, 23, 24, 25, 28 અને 29 નવેમ્બરની તારીખો પર શુભ મુહૂર્ત રહેશે. તેમજ 3, 4, 5, 9, 10, 11, 13 અને 14 ડિસેમ્બરે લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે. ખાસ વાત એ છે કે 14 ડિસેમ્બરની અડધી રાત બાદ ખરમાસ શરૂ થઈ જશે, એટલા માટે તે તારીખમાં દિવસમાં વિવાહ કરવા શુભ રહેશે. રાતમાં વિવાહ કરવાથી અનિષ્ઠ થઈ શકે છે.
વર્ષ 2024ના અંત સુધીમાં મુહૂર્ત અને તારીખ પહેલું મુહૂર્ત 16 મી નવેમ્બરથી છે, જેથી લગ્નગાળાની સિઝનની શરૂઆત થશે. ત્યારબાદ નવેમ્બરમાં 16 થી 22 નવેમ્બર અને 23 થી 27 નવેમ્બર સુધીના મુહૂર્ત છે, તે પછી ડિસેમ્બર મહિનામાં તારીખ 2 થી 7 અને 11 અને 12 તારીખના મુહૂર્ત છે. જો કે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમુહૂર્તાઓનો પ્રારંભ થશે.
16 ડિસેમ્બરથી કમુહૂર્તા શરૂ 16 ડિસેમ્બરથી કમુહૂર્તા શરૂ થશે અને ત્યારબાદ 1 મહિના સુધી એટલે કે 14 જાન્યુઆરી 2025 સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુહૂર્તા શરૂ થાય છે. આ મહિનામાં કોઇપણ પ્રકારના માંગલિક કાર્ય, લગ્ન વગેરે જેવા કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતાં નથી.
ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે. સૂર્યના પ્રકાશ વડે જ જગતને આધાર મળી રહે છે. સૂર્યનાં ખૂબ મહત્ત્વને કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂજીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતાં ગ્રહોના શુભ અશુભ યોગોનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય. તા.16/12/24થી સૂર્ય (અગ્નિ તત્ત્વની) ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. જે ગુરુની રાશિ છે. અને તા. 13/01/25 સુધી આ રાશિમાં રહેશે. 14/01/2025 થી કમૂહુર્તા ઊતરી જાય છે.
વર્ષ 2025માં 14 જાન્યુઆરી બાદ થશે પ્રારંભ 14 જાન્યુઆરી બાદ ફરી લગ્ન ગાળાનો પ્રારંભ થશે. જેમાં જાન્યુઆરી માસમાં 25, 26 અને 30 એમ 3 દિવસના મુહૂર્ત છે, જ્યારે ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે મુહૂર્ત છે. જેમાં જોઈએ તો 3,4,6,7 અને 12 થી 17 અને 20 થી 23 અને 25 ફેબ્રુઆરી સુધીના મુહૂર્ત છે જ્યારે માર્ચ મહિનામાં માત્ર 2 જ 1 થી 3 માર્ચ સુધીનાં મુહૂર્ત છે.
માર્ચથી એપ્રિલમાં હોળાષ્ટક બાદ મુહૂર્ત 14 માર્ચ 2025 થી 14 એપ્રિલ 2025 સુધી મીનારક હોવાથી કોઈ મુહૂર્ત નથી. ત્યારબાદ એપ્રિલ માસમાં 16, 18, 19, 20, 21, 22, 25, 29 અને 30 તારીખના રોજ મુહૂર્ત છે, જ્યારે મે મહિનામાં 1, 5, 6, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 20, 23 અને 24 એમ સૌથી વધારે મે મહિનામાં મુહૂર્ત છે. જ્યારે જૂન મહિનામાં 1, 2, 5 અને 6 તારીખના મુહૂર્ત છે.
જૂન પછી ગુરુ અસ્ત બાદમાં દેવઉઠી એકાદશી 12 મી જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ અસ્ત હોવાથી મુહૂર્ત મળતું નથી. ગુરુ અને શુક્ર અસ્ત હોય ત્યારે લગ્નના મુહૂર્ત મળતા નથી. જો કે, ત્યારબાદ 6 જુલાઈથી દેવઉઠી એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થવાથી મુહૂર્ત મળશે નહીં. આમ 70 જેટલા મુહૂર્ત આ વર્ષે લગ્નના મળી રહ્યા છે.
2025માં વસંત પંચમીએ નથી મુહૂર્ત લગ્ન ગાળાની સિઝનમાં વસંત પંચમીના લગ્નને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ વર્ષ 2025 માં વસંત પંચમીએ લગ્ન શક્ય નથી. 2025માં વસંત પંચમી 2 ફેબ્રુઆરીના રોજ છે. જો કે તે સમયે તિથિનો ક્ષય હોવાથી લગ્નનું મુહૂર્ત મળતું નથી, કારણ કે, શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્ષય વાળી તિથિમાં લગ્નના મુહૂર્તને સારૂ ગણવામાં આવતું નથી. આથી વસંત પંચમી કોઈ લગ્નનું મુહૂર્ત નથી