56 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિન્દુ ધર્મમાં સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. માન્યતા અનુસાર,સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવામાં આવે તો અનેક ધાર્યા કામો સફળ થાય છે. શિવ મહાપુરાણ અનુસાર દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જાણો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવાનો મહિમા…
- સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- મંગળવારના દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી અટકેલા કાર્યમાં સફળતા મળે છે. નોકરીમાં પ્રમોશન વગેરેની તકો મળે છે.
- બુધવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી લગ્નમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને વૈવાહિક જીવન સુખી બને છે.
- ગુરુવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે. બાળકોનું મન અભ્યાસમાં કેન્દ્રિત રહે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
- શુક્રવારના દિવસે ભગવાન શિવને જળ ચઢાવવાથી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. પરિવારની ઘરેલું પરેશાનીઓ સમાપ્ત થાય છે.
- શિવ મહાપુરાણ અનુસાર શનિવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
- રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવા આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જીવનમાં પૈસા અને અનાજની ક્યારેય કમી થતી નથી. ઘરમાં માતા લક્ષ્મીનો કાયમ વાસ રહે છે.
આ રીતે ભગવાન શિવની પૂજા કરી શકો છો
- મહાશિવરાત્રી પર સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો.
- ગણેશ પૂજા પછી તાંબા, ચાંદી અથવા સોનાના વાસણમાંથી શિવલિંગને જળ ચઢાવો.
- જળ અર્પણ કરતી વખતે ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. શિવલિંગ પર પાણીની સાથે દૂધ, દહીં અને મધ પણ ચઢાવો.
- અભિષેક કર્યા પછી શિવલિંગ પર બિલ્વના પાન, ધતુરા, દતિકા ફૂલ વગેરે વસ્તુઓ ચઢાવો. મીઠાઈઓ અર્પણ કરો.
- અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. ભગવાનના મંત્રોનો જાપ કરો. શિવ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકાય.
પાણી અને દૂધ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો\ સોના, ચાંદી, પિત્તળ અથવા તાંબાના બનેલા વાસણમાં શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ. જો તમે દૂધ માટે ચાંદીના વાસણોનો ઉપયોગ કરો તો સારું રહેશે. જો તમારી પાસે ચાંદીનો વાસણ નથી, તો તમે માટીના વાસણમાંથી પાણી અને દૂધ અર્પણ કરી શકો છો. સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ધાતુઓને પૂજા માટે શુભ માનવામાં આવતી નથી. વાસણમાં પાણી અને દૂધ ભરીને શિવલિંગ પર પાતળી ધારા ચઢાવો. જળ અને દૂધ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.