57 મિનિટ પેહલા
- કૉપી લિંક
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જીવન વિશેની કેટલીક મહત્વની બાબતો રજૂ કરી છે. આ ચાણક્ય નીતિની મદદથી જીવનની કેટલીક સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે, કે આ દુનિયામાં એવો કોઈ ખજાનો નથી, જેનાથી તમે તમારા સદગુરુનું ઋણ ચૂકવી શકો. એટલે કે, તમારા ગુરુએ તમને અમૂલ્ય જ્ઞાન આપ્યું છે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે લોભ એ સૌથી મોટો દુર્ગુણ છે. અન્ય લોકોની ટીકા કરવી તેનાથી મોટુ પાપ શું છે? જે સત્યમાં પ્રસ્થાપિત થયું છે, તેણે તપ કરવાની શું જરૂર છે. જેનું હ્રદય શુદ્ધ છે, તેણે તીર્થયાત્રા કરવાની શું જરૂર છે. જો સ્વભાવ સારો છે, તો અન્ય વિશેષ ગુણની શું જરૂરિયાત છે. અહીંયા ચાણક્ય નીતિની કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે.
ગુણની આભા રત્નની જેમ ચમકે છે ચાણક્ય નીતિ અનુસાર જો એક વિનમ્ર અને સર્વગુણ સંપન્ન વ્યક્તિ પોતાના ગુણોનો પરિચય આપે છે, તો તેના ગુણની આભા રત્નની જેમ ચમકે છે. એક એવું રત્ન જે પ્રજ્વલિત છે અને સોનાના આભૂષણ પર લગાવાથી વધુ ચમકે છે.જે મળે તેને પરત આપવું જોઈએઆચાર્ય ચાણક્ય અનુસાર જો આપણને કોઈ મદદ કરે છે, તો તેની પણ મદદ કરવી જોઈએ. એ જ પ્રકારે જો કોઈએ આપણી સાથે દુષ્ટતા કરી છે, તો તેની સાથે દુષ્ટતા કરવી તે કોઈ પાપ નથી.
લોભ એ સૌથી મોટો દુર્ગુણ છે ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે, કે લોભથી મોટો દુર્ગુણ શું હોઈ શકે. અન્ય લોકોની ટીકા કરવી તેનાથી મોટુ પાપ શું છે? જે સત્યમાં પ્રસ્થાપિત થયું છે, તેણે તપ કરવાની શું જરૂર છે. જેનું હ્રદય શુદ્ધ છે, તેણે તીર્થયાત્રા કરવાની શું જરૂર છે. જો સ્વભાવ સારો છે, તો અન્ય વિશેષ ગુણની શું જરૂરિયાત છે. જો કીર્તિ પ્રાપ્ત થઈ છે, તો અલંકારની શું જરૂર છે. જો વ્યવહારનું જ્ઞાન છે, તો ધનદોલતની શું જરૂર છે. જો અપમાન થયું છે, તો તે મૃત્યુ કરતા પણ વધુ ભયંકર છે.
પરોપકાર સંકટને હરાવી શકે છે ચાણક્ય નીતિ જણાવે છે કે, જે વ્યક્તિ તમામ જીવ પ્રત્યે પરોપકારની ભાવના ધરાવે છે, તે વ્યક્તિ તમામ સંકટને હરાવી શકે છે. તે વ્યક્તિને હંમેશા સંપન્નતા પ્રાપ્ત થાય છે અને હંમેશા પ્રસન્ન રહે છે.આ પ્રકારની વ્યક્તિને પૃથ્વી પર સુખ મળે છેચાણક્ય અનુસાર જે વ્યક્તિની પત્ની પ્રેમભાવ ધરાવતી હોય અને સદાચારી હોય તે વ્યક્તિ ઈન્દ્રના રાજ્યમાં જઈને શું સુખ ભોગવશે. જેની પાસે સંપત્તિ છે, પુત્ર સદાચારી અને ગુણવાન છે તથા પુત્રએ પૌત્રનું સુખ આપ્યું છે તે વ્યક્તિ પહેલેથી જ સુખી છે, તે ઈન્દ્રના રાજ્યમાં જઈને શું સુખ ભોગવશે.