- Gujarati News
- Dharm darshan
- December 18 Is Akhurath Sankashti Chauth, Ganesha Will Remove All Troubles Through Fasting; Take Special Care Of These Things
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંકષ્ટી ચતુર્થી વ્રત દર મહિને એકવાર રાખવામાં આવે છે. આ વ્રત ગણેશજી માટે હોય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ રહે છે. આ સાથે સંતાનની ઇચ્છા પણ પૂર્ણ થાય છે. 2024ની આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી છે.
અખુરથ સંકષ્ટી ચોથ ક્યારે ઉજવાશે? પંચાંગ અનુસાર, માગશર મહિનાના વદપક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ 18 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 10:06 વાગ્યે શરૂ થશે. સંકષ્ટી ચતુર્થી તિથિ 19 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 10:02 વાગ્યે સમાપ્ત થશે. સંકષ્ટી ચતુર્થી પૂજા સાંજે કરવામાં આવે છે. તેથી 18મી ડિસેમ્બરે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે.
અખુરથ સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર-દર્શનનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય કામમાં આવતી અડચણો દૂર થાય છે.
અખુરથ સંકષ્ટી ચતુર્થી પૂજા-પદ્ધતિ
આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો
- આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી શુભ માનવામાં આવે છે.
- સંકષ્ટી ગણેશ ચતુર્થી પર તામસિક ભોજન ટાળવું જોઈએ.
- ઉપવાસ કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય લોકોને પણ લસણ અને ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
- આ દિવસે પશુ-પક્ષીઓને ખોરાક અને પાણી આપવું પણ શુભ છે.