1 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. ચાર દિવસ બાદ (30 માર્ચે) ચૈત્ર નવરાત્રિ શરૂ થશે અને દેવી દુર્ગાનું આગમન કરવા માટે ભક્તોમાં ઉત્સાહની લાગણી દેખાય રહી છે. દર વર્ષે, ચૈત્ર શુક્લ પક્ષના પ્રતિપદાથી શરૂ થઈને રામ નવમી સુધી ચાલુ રહેતો આ તહેવાર ભક્તો માટે દેવીના ચરણોમાં સમર્પણનું પ્રતીક બની જાય છે. આ વખતે નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે. જ્યોતિષીશાસ્ત્ર પ્રમાણે તમારે આ દિવસોમાં કેટલીક વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. તો ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં આપણે કઈ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
ભૂલથી પણ આ ચાર વસ્તુઓ ન ખરીદવી 1.ચોખા ચૈત્ર નવરાત્રિ દરમિયાન ચોખાની ખરીદી ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ચોખા ખરીદવાથી વ્યક્તિના પુણ્યનો નાશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રિ દરમિયાન ચોખા ખાવા માગતા હો, તો તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ચોખા ખરીદવા જોઈએ.
2.લોખંડની વસ્તુઓ ચૈત્ર નવરાત્રિ દરમિયાન લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન લોખંડ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિના જીવનમાં ધનની કમી રહે છે અને પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
3.ઇલેક્ટ્રોનિક સામાન ચૈત્ર નવરાત્રિના નવ દિવસોમાં કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી કુંડળીમાં ગ્રહોનો પ્રભાવ અશુભ બની જાય છે. ગ્રહદોષો પણ ભોગવવા પડે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાહુ ગ્રહ સાથે સીધી રીતે સંબંધિત હોવાથી, નવરાત્રિ દરમિયાન તેને ખરીદવાથી નકારાત્મક અસરો થાય છે.
4.કાળા કપડાં ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ કાળા કપડાં ન ખરીદો. આ સમય દરમિયાન કાળા કપડાં ખરીદવા અશુભ માનવામાં આવે છે. ઉપરાંત, કાળા કપડાં પહેરવાની મનાઈ છે. એવું કહેવાય છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કાળા કપડાં ખરીદવા અને પહેરવાથી નકારાત્મક ઊર્જા આકર્ષાય છે. આ કારણે સાધકને જીવનમાં સફળતા મળતી નથી.

નવરાત્રિના દિવસોમાં ચોખાનો ત્યાગ કરવો
ચૈત્ર નવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ
- ચૈત્ર નવરાત્રિમાં મત્સ્ય અવતાર જયંતિ આવે છે. આ ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર હતો. જ્યારે-જ્યારે પ્રલય આવ્યો હતો, ત્યારે વિષ્ણુજીએ મત્સ્ય અવતાર એટલે માછલી સ્વરૂપમાં અવતાર લઈને સંપૂર્ણ સૃષ્ટિને બચાવી હતી. રાજા મનુએ પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે અહંકાર થઈ ગયો હતો. તે સમયે વિષ્ણુજીએ નાની માછલી તરીકે અવતાર લીધો અને રાજા મનુનો ઘમંડ તોડ્યો હતો.
- એવી માન્યતા છે કે બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમ તિથિએ જ સૃષ્ટિની રચના કરી હતી. આ દિવસે ગુડી પડવો અને ચેટીચાંદ પણ ઊજવવામાં આવે છે.
- ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી વાતાવરણમાં બીમારીઓ સામે લડવાની રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. ચૈત્રી નવરાત્રિમાં અનાજનો ત્યાગ કરવો જોઈએ અને વધારેમાં વધારે ફળોનો રસ, દૂધનું સેવન કરવું જોઈએ. ઘણાં લોકો ચૈત્રી નવરાત્રિમાં લીમડાનું સેવન પણ કરે છે.
- ચૈત્ર નવરાત્રિના અંતમાં શ્રીરામ નવમી ઊજવવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામનો અવતાર લીધો હતો.