2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈચ્છિત સફળતા મળવા વિલંબ થઇ શકે છે. ઇચ્છિત આવક પ્રાપ્ત થશે નહીં. કામમાં અસંતોષ રહેશે. સંતાનની ચિંતા રહેશે. નવા લોકો છેતરી શકે છે. બીજાનું અપમાન કરવું મોંઘુ સાબિત થઈ શકે છે. બપોર સુધી એલર્ટ રહેવાની સલાહ છે. પરિવારમાં વૈચારિક મતભેદ થઈ શકે છે. આવકમાં વધારો થશે અને તમને પ્રિયજનોનો સહયોગ મળશે. વ્યસ્તતા વધશે. કોઈ અણધાર્યું સારું કામ થઈ શકે છે. લકી નંબર: 8 લકી કલર: લીલો શું કરવું: દેવી દુર્ગાને પુષ્પની માળા અને મધ અર્પણ કરો.
તમારી આવક સારી રહેશે અને ખુશીના સમાચાર મળી શકે છે. સાથીદારો કરતાં વધુ સારું પરિણામ આવશે. યોજનાઓ સફળ થશે અને નવા કાર્યોમાં સિદ્ધિ મળશે. બપોરનો સમય ચિંતામાં પસાર થઇ શકે છે. કાર્યમાં અવરોધો અને સમસ્યાઓ વધી શકે છે. ખર્ચ પણ વધુ થશે. વાહનને લગતી સમસ્યાનો સામનો કરવો પાડી શકે છે. વિરોધીઓ નુકશાન પહોંચાડી શકે છે. કાર્યમાં સફળતાથી ખુશી મળશે. શત્રુઓનો પરાજય થશે. લકી નંબર: 9 લકી કલર: પીળો શું કરવું: દેવી દુર્ગાને પ્રસન્ન કરવા પ્રસાદ અર્પણ કરો
વિરોધનો સામનો કરવો પડશે. મન ઉદાસ રહેશે અને કામમાં મન લાગશે નહીં. બપોર પછી આવક સારી રહેશે. બાંધકામ અને સમારકામના કામમાં અડચણો આવી શકે છે. અન્ય કાર્યોમાં સફળતા મળશે. વાહન ખરીદવાની યોજના બનશે અને અચાનક પ્રવાસની સંભાવના બની શકે છે. સાંજના સમયે પ્રતિષ્ઠાની સાથે આર્થિક નુકસાન થઈ શકે છે. વિવાદો ટાળો અને મહત્વપૂર્ણ નિર્ણયો મુલતવી રાખો. જીવનસાથી સાથે સારો સમય પસાર થઇ શકે છે. લકી નંબર: 1 લકી કલર: કેસરી શું કરવું: દેવી દુર્ગાને કેસર ચઢાવો અને ઘીનો દીવો કરો.
માતા તરફથી સુખ મળશે. તમારા કાર્યનું વિસ્તરણ થશે. આર્થિક સહયોગ અને મિત્રોને મળવાની તક મળશે. ધાર્મિક ઉત્સવોમાં ભાગ લીધા બાદ બપોર પછી મોટું કામ મળી શકે છે. દિવસનો અંત આનંદદાયક રહેશે. વ્યવસાયમાં વિસ્તરણ થશે અને નોકરીમાં લક્ષ્યોની પ્રાપ્તિ થશે. સંસાધનોની કોઈ કમી રહેશે નહીં અને પ્રોજેક્ટ પૂરા થશે. પ્રેમમાં નિરાશા અને જીવનસાથીથી દૂરી થઈ શકે છે. લકી નંબર: 2 લકી કલર: બ્રાઉન શું કરવું: દેવી દુર્ગાને ગુગલનો ધૂપ ચઢાવો.
ઈચ્છિત સફળતા મળશે નહીં. કામમાં અસંતોષ રહેશે. સંતાનની ચિંતા રહેશે. સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. પરિવારમાં વૈચારિક મતભેદ થઈ શકે છે. ધંધો સામાન્ય રહેશે અને નોકરીમાં આળસ અનુભવશો. તમને કામમાં રસ નહીં લાગે અને કામ અધૂરું રહી શકે છે. સાંધાનો દુખાવો થઈ શકે છે. પેટની સમસ્યા થઈ શકે છે. લકી નંબર: 3 લકી કલર: લાલ શું કરવું: દેવી દુર્ગાને પુષ્પની માળા અને મધ અર્પણ કરો.
આવક સારી રહેશે અને સારા સમાચાર મળશે. સાથીદારો કરતાં વધુ સારું પરિણામ આપી શકશો. યોજનાઓ સફળ થશે અને નવા કાર્યો સિદ્ધ થશે. સુખદ પ્રવાસની શક્યતાઓ છે. વ્યવસાય સારો રહેશે અને નોકરીમાં પ્રમોશનની તકો મળશે. આવક સારી રહેશે અને સફળતા મળશે. તાવ અને ઉધરસની સમસ્યા થઈ શકે છે. પ્રેમાળ જીવનસાથીનો વ્યવહાર સહકારપૂર્ણ રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે. લકી નંબર: 4 લકી કલર: મરૂન શું કરવું: દેવી દુર્ગાની આરાધના કરો.
કામનું વિસ્તરણ થશે અને પૈસા મેળવવામાં સરળતા રહેશે. તમને સારા સમાચાર મળશે અને અટકેલા કામને ગતિ મળશે. મિલકતમાંથી લાભ થશે. રોજગારની તકો મળશે અને તમારે વેપાર માટે બહાર જવું પડી શકે છે. અધિકારીઓ સાથે વૈચારિક સંઘર્ષ થઈ શકે છે. મિત્રો સાથે સમય પસાર થશે. ઘૂંટણમાં દુખાવો અને ડાબા પગના અંગૂઠામાં દુખાવો રહેશે. પારિવારિક સંબંધો સુખદ રહેશે. લકી નંબર: 5 લકી કલર: સફેદ શું કરવું: મહાલક્ષ્મીને દૂધ કે ખીર અર્પણ કરો.
નવરાત્રીની આ ઉજવણી ખુશીઓ અને ઉત્સાહ વધારશે. પોતાના કામથી સંતુષ્ટિ રહેશે અને આવક પણ પહેલા કરતા સારી રહેશે. ઘર અને કાર્યસ્થળ પર આંતરિક સંઘર્ષનો અંત આવશે. મિત્રો તરફથી સહયોગ મળશે. પરિવારના સભ્યો મૈત્રીપૂર્ણ રહેશે. પ્રવાહીના વેપારીઓને ફાયદો થશે અને અધિકારીઓ તેમની નોકરીમાં સંતુષ્ટ રહેશે. લકી નંબર: 6 લકી કલર: ગુલાબી શું કરવું: રામ-સીતાના ફોટો સામે બેસીને તમારી ક્ષમતા મુજબ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો.
કામમાં ઉત્સાહ વધશે અને વિરોધ કરનારાઓના કાવતરાનો અંત આવશે. તમને નવા લક્ષ્યો પ્રાપ્ત થશે જે પ્રાપ્ત કરવા માટે સરળ હશે. ધનની આવકમાં સરળતા રહેશે. વેપારમાં વિસ્તરણ થશે અને નવી રોજગારી મળશે. નોકરીમાં બદલાવની સંભાવના રહેશે. દરેક પરિણામ તરફેણમાં આવશે. અધિકારીઓ અનુકૂળ રહેશે અને તમને મિત્રોનો સહયોગ મળશે. રોગોમાં સુધારો થશે અને ઉત્સાહ અને જોશમાં વધારો થશે. વૈવાહિક જીવનમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. લકી નંબર: 7 લકી કલર: વાદળી શું કરવું: મહાકાળી માતાને લીંબુની માળા અને લાલ ફૂલ ચઢાવો.