- Gujarati News
- Dharm darshan
- Fasting Will Be Observed From The Fourth Sitting At 07.34 Pm, Weddings And Celebrations For Young Men And Women
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
તા.17 સોમવાર હિન્દુ પંચાંગ અનુસાર, ઉદીત તિથી ફાગણ વદ~3 સાંજે 07.34 કલાકે ચોથ બેસવાથી સંકષ્ટ ચતુર્થી તરીકે વ્રત ઉપવાસ કરાશે. સાંજના ભાગે ચોથ બેસવાથી ચંદ્ર દર્શન રાત્રિએ 09.35 વાગ્યે થશે.
ગણેશજીના પૂજન-અર્ચનનું વિશેષ મહત્ત્વ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, ચોથ તિથીના દેવતા ગણપતિ (વિધ્નહર્તા)હોવાથી આ દિવસે ગણેશજીનું પૂજન, અર્ચન, પ્રાર્થના સાથે ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમની પૂજામાં અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબ, જળ, દુર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, ગોળ, 5 ઋતુ ફળ સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
મંગળ ગ્રહની વિશે પૂજા કરવી નવગ્રહ પૈકી મંગળ ગ્રહનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મંગળ ગ્રહના દેવતા ગણેશજી છે માટે માંગલિક કુંડલી ધરાવનાર લગ્નો ઉત્સવ યુવક-યુવતીઓ માટે આજની ચોથ કરવી વિશેષ ફળદાયી નીવડશે. જયારે જન્મ કુંડળીમાં સ્થાન 3,4,6 કારક તરીકે ગણાય છે માટે આ સ્થાન સંબંધિત વધુ સુખ-શાંતિ-સમૂધ્ધિ મેળવવા માટે આજે ઉપવાસ કરવો.

સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ ચતુર્થી પર સવારે વહેલાં ઊઠીને સ્નાન કર્યા પછી લાલ કપડાં પહેરીને વ્રતનો સંકલ્પ લો. પૂજા સ્થાને દીવો પ્રગટાવો. સ્વસ્છ આસન અને ચોકી પર ભગવાન ગણેશ અને દેવી ગૌરી અર્થાત્ પાર્વતીની મૂર્તિ કે ફોટો રાખો.
ધૂપ-દીપ પ્રગટાવીને શુદ્ધ જળ, દૂધ, પંચામૃત, મૌલી, ચંદન, અક્ષત, અબીર, ગુલાલ, જનેઉ, દૂર્વા, કંકુ, હળદર, મહેંદી, ફળ અને બીજી પૂજા સામગ્રીથી ગૌરી-ગણેશની પૂજા કરો. પૂજા દરમિયાન ॐ गणेशाय नमः અને गौरी दैव्ये नम: મંત્રનો જાપ કરો. મિઠાઈ અને ફળોનું નૈવેદ્ય લગાવો. આરતી કર્યા પછી પ્રસાદ વહેચો. ત્યારબાદ સાંજે પણ આ પ્રકારે પૂજા કરી ચંદ્રના દર્શન પછી વ્રત પૂર્ણ કરો.