2 કલાક પેહલા
- કૉપી લિંક
આ વર્ષે ગણેશોત્સવ 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દસ દિવસ ખૂબ જ શુભ અને સમૃદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન ગણેશ સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ભગવાન ગણેશની વિશેષ કૃપા વરસે છે. શાસ્ત્રોમાં ગણેશોત્સવ પર રાશિ પ્રમાણે ઉપાય કરવાનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ તમારી રાશિ પ્રમાણે વિશેષ ગણેશ મંત્રોનો જાપ તમને દરેક કાર્યમાં મોટી સફળતા અપાવી શકે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણેના ઉપાયો…
ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણે ઉપાય
મેષ રાશિઃ- અનંત ચતુર્દશી સુધીમાં મેષ રાશિના લોકોએ ભગવાન ગણેશની સાથે સોપારીની પૂજા કરવી જોઈએ અને આ સોપારીને કપડામાં બાંધીને પોતાના ઘરની તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખવી જોઈએ. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થતો રહેશે. મંત્રઃ– વક્રતુન્ડ રૂપ ગણેશની પૂજા કરી ‘ॐ वक्रतुण्डाय हूं‘ મંત્રનો જાપ કરો
વૃષભ રાશિઃ- અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં તમે ભગવાન ગણેશને માળા બાંધીને 4 નારિયેળ અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમારા કામના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. મંત્રઃ– વિનાયક ગણેશની આરાધના કરી ‘ॐ हीं ग्रीं हीं’ મંત્રનો જાપ કરો
મિથુન રાશિઃ- અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ‘ગણેશ સંકટ નાશક સ્તોત્ર’નો પાઠ કરો. તેનાથી લગ્ન અને વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે. મંત્રઃ– લક્ષ્મી ગણેશ સ્વરૂપની પૂજા કરી ‘ॐ गं गणपतये नमः’ મંત્રનો જાપ કરો
કર્ક રાશિઃ- કર્ક રાશિના લોકોએ અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં ભગવાન ગણેશને પંચમેવા અર્પણ કરવા જોઈએ. તેનાથી તમારા ગ્રહ દોષ દૂર થશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. મંત્રઃ– વક્રતુન્ડ રૂપ ગણેશની પૂજા કરી ‘ॐ वक्रतुण्डाय हूं’ મંત્રનો જાપ કરો
સિંહ રાશિઃ- બાળકોની પ્રગતિ કે ભણતરમાં આવતા અવરોધો દૂર કરવા માટે અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન બાપ્પાને સિંદૂર ચઢાવવું જોઈએ. તેમજ ગણેશ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મંત્રઃ– લક્ષ્મી ગણેશ સ્વરૂપની પૂજા કરી ‘ॐ गं गणपतये नमः‘ મંત્રનો જાપ કરો.
કન્યા રાશિઃ- લોકોએ અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. આ ઉપરાંત, ભગવાન ગણેશના વાહન ઉંદરને થોડો ખોરાક આપવો જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા વરસે છે. મંત્રઃ– લક્ષ્મી ગણેશ સ્વરૂપની પૂજા કરી ‘ॐ गं गणपतये नमः‘ મંત્રનો જાપ કરો
તુલા રાશિઃ- તુલા જાતકોને જો ઘરમાં રોજ પરેશાની આવતી હોય તો ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી દરરોજ 108 વાર ‘ॐ ह्रीं ग्रीं ह्रीं’ મંત્રનો જાપ કરો. તમારી દરેક પરેશાનીનો અંત આવશે. મંત્રઃ– વિનાયક ગણેશની આરાધના કરી ‘ॐ हीं ग्रीं हीं’ મંત્રનો જાપ કરો
વૃશ્ચિક રાશિઃ- પૈસાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન માટીથી બનેલી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરો અને દરરોજ તેની આરતી કરો. 10 દિવસ સુધી આમ કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. મંત્રઃ– શ્વેતાર્ક ગણેશની પૂજા કરીને ‘ॐ नमो भगवते विनायकाय प्रसन्नाय हीं स्वाहा’ મંત્રનો જાપ કરો
ધન રાશિઃ- ધન રાશિવાળા જો નોકરી કે ધંધામાં પ્રગતિ કરવા માંગો છો તો અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ઘરમાં પીળા રંગની ગણેશ મૂર્તિ સ્થાપિત કરો નિયમિત પૂજા કરો. મંત્રઃ- લક્ષ્મી ગણેશની પૂજા કરી ‘ॐ श्रीं गं सौभाग्य गणपतये वर वरद सर्वजनं वशमानय स्वाहा’ મંત્રનો જાપ કરો
મકર રાશિઃ- મકર રાશિના લોકોએ અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં ગણેશજીને 11 ગાંઠ દુર્વા ચઢાવવી જોઈએ. આ સાથે દરેક દુર્વા અર્પણ કરતી વખતે ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ પ્રગતિને બમણી કરે છે. મંત્રઃ– વિનાયક ગણેશની આરાધના કરી ‘ॐ हीं ग्रीं हीं’ મંત્રનો જાપ કરો
કુંભ રાશિઃ- અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં બાપ્પાની પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો. તેમજ તમારી ઈચ્છા મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો. તેનાથી ગ્રહોની અશુભ અસર દૂર થાય છે. મંત્રઃ– વિનાયક ગણેશની આરાધના કરી ‘ॐ हीं ग्रीं हीं’ મંત્રનો જાપ કરો
મીન રાશિઃ- અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં આ રાશિના લોકો માટે ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી સાધન માનવામાં આવે છે. જો આ યંત્રને ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો તેનાથી ત્યાંની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. મંત્રઃ- હરિદ્રા ગણેશની પૂજા કરી ‘ॐ गं गणपतये नमः’ મંત્રનો જાપ કરો