3 કલાક પેહલા
- કૉપી લિંક
હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીને ગણેશોત્સવના નામે પણ ઓળખામાં આવે છે. આ પર્વ દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે બાપ્પાની પૂજા વિધિવત રીતે કરવાનું વિધાન છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર, શનિવારના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થશે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. ભગવાન ગણેશનું આટલું મહત્વ હોવા પાછળ અનેક કારણો જવાબદાર છે. સુખ-સમૃદ્ધિ દાતા, બુદ્ધિદાતા, વેપાર-વાણિજ્ય અને કરિયરને ગ્રોથ આપનાર દેવતાને આ 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન વિવિધ ઉપાયો કરીને પ્રસન્ન કરવાનો આ સોનેરી અવસર છે. આ કડીમાં જ અમે આજે ગમેશજીની કેટલીક પ્રિય વસ્તુઓ વિશે વાત કરીશું જેને તમે ગણેશોત્સવ દરમિયાન ઘરે લાવીને ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. આ વસ્તુ ઘરે લાવવાથી આખું વર્ષ ગણેશજીની કૃપાથી પારિવારિક, વ્યાવસાયિક જીવન સુખી રહે છે. સાથે જ આ વસ્તુ ગણેશની પ્રિય વસ્તુ છે અને ધનલક્ષ્મીને આકર્ષિત કરનારી પણ છે. ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ છે….
ગણેશોત્સવમાં લાવો ગણેશનિ પ્રિય વસ્તુઓ-
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો શંખ શંખ ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન શંખ વગાડવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. શંખને વાસ્તુદોષ નિવારણનો એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તો ગણેશ ચતુર્થીના દિવસે શંખને ખરીદવાથી વ્યક્તિને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં શંખનો વાસ હોય છે ત્યાં તમામ શુભ કાર્યો થાય છે. લક્ષ્મી પોતે સ્થિર રહે છે. જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવામાં આવે છે તે ઘર ભાગ્યશાળી અને ધનવાન બને છે. જે ઘરમાં શંખની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભૂત-પ્રેત, પિશાચ, બ્રહ્મ-રક્ષા વગેરેથી આવતી પરેશાનીઓ આપમેળે દૂર થવા લાગે છે.
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો લીલા વસ્ત્ર લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે. એટલા માટે ગણેશ ચતુર્થી દરમિયાન લીલા રંગના વસ્ત્ર પહેરીને કે ગણેશજીને લીલા રંગના વસ્ત્ર અર્પિત કરીને તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે જ ગણેશ ચતુર્થીમાં લીલા રંગના વસ્ત્રો જરૂર ખરીદો.
પંચ ધાતુની ઘંટડી ગણેશોત્સવમાં પાંચ ધાતુઓથી બનેલી પંચધાતુ ઘંટડી નકારાત્મક ઊર્જા દૂર રાખે છે અને સકારાત્મકતા આકર્ષે છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે તેને પ્રવેશદ્વારની નજીક અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં લટકાવો.
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો ચાંદીનો કળશ ચાંદીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે ચાંદીના કળશને ઘરમાં લાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને તેનાથી વ્યક્તિને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.
ચાંદી અથવા સોનાના સિક્કા સંપત્તિ અને સમૃદ્ધિના પ્રતીકો, ચાંદી અથવા સોનાના સિક્કા સારા નસીબ અને સકારાત્મકતા આકર્ષે છે. સમૃદ્ધિ અને સફળતાને આકર્ષિત કરવા માટે તેને ગણેશની મૂર્તિની પાસે અથવા દક્ષિણ-પૂર્વ ખૂણામાં મૂકો.
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો ઈલાયચી ઈલાયચીને શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે નકારાત્મક ઊર્જાને દૂર કરવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવાની તે શક્તિ ધરાવે છે. એવી માન્યતા છે કે ગણેશજીને ઈલાચયી ખૂબ જ પસંદ હોય છે. એટલા માટે ઇલાયચીને ગણેશજીને અર્પિત કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે એક લાલ કપડામાં 5 ઈલાયચીને પોતાના ધનના સ્થળે રાખવાથી ઘરમાં ધન-સમૃદ્ધિ વધે છે અને ગણેશજીના આશીર્વાદ રહે છે.
કમળનું ફૂલ આધ્યાત્મિક વિકાસ અને શુદ્ધતાનું પ્રતીક કમળનું ફૂલ સકારાત્મકતા અને સારા નસીબને આકર્ષે છે. શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે તેને ગણેશ મૂર્તિની પાસે ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂકો.
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો આખી હળદર ગણેશ ચતુર્થીમાં આખી હળદર લાવવી શુભ ગણાય છે. આખી હળદર ઘરમાં લાવવાથી વ્યક્તિને જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. ગણેશ પૂજામાં આખી હળદર ચઢાવો. આ પછી તેને તમારા લોકરમાં રાખો. આ ઉપાયથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ શકે છે.
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો ગણેશયંત્ર હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશયંત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તે સર્વોચ્ચ સાધન ગણાય છે. ગણેશ ચતુર્થી પર ગણેશયંત્ર ઘરે લાવો. તેની પૂજા કરો અને તેને તમારા ધનના સ્થાનમાં રાખો. એવું માનવામાં આવે છે કે આ સાધનથી તમારી દરેક સમસ્યા દૂર થઈ શકે છે.
શુભ-લાભ યંત્ર શુભ-લાભ યંત્ર પવિત્ર, સંપત્તિ, સમૃદ્ધિ અને સારા નસીબને આકર્ષે છે. ગણેશ ચતુર્થી પર સકારાત્મકતા અને સફળતાને આવકારવા માટે તેને પ્રવેશદ્વારની નજીક ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકો.
ગણેશ ચતુર્થીમાં ઘરે લાવો ચાંદીની ગણેશ પ્રતિમા આ ગણેશ ચતુર્થીએ જો શક્ય હોય તો, તમે ચાંદીની બનેલી ગણેશ મૂર્તિ પણ ઘરે લાવી શકો છો. આ મૂર્તિને તમારા ધન મૂકવાના સ્થાન પર રાખો અને દરરોજ તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બાપ્પાના આશીર્વાદ મળે છે અને બગડેલાં કાર્યોમાં પણ સુધારો થવા લાગે છે.
લકી બામ્બુ પ્લાન્ટ ઓછામાં ઓછા ત્રણ દાંડીઓની જોડીનો લકી બામ્બુનો પ્લાન્ટ ધન અને સૌભાગ્યને આકર્ષિત કરે છે. સમૃદ્ધિ અને સકારાત્મકતાને આકર્ષિત કરવા માટે તેને હંમેશાં પ્રવેશ દ્વારની પાસે કે દક્ષિણ-પૂર્વના ખૂણામાં રાખો. સુનિશ્ચિત કરો કે બામ્બુ એકદમ તંદુરસ્ત અને સારી રીતે રાખવામાં આવેલાં હોય, જે વિકાસ અને વિપુલતાનું પ્રતીક છે.