23 મિનિટ પેહલા
- કૉપી લિંક
- હોળીના આ જ્યોતિષીય ઉપાયથી ધનની વૃદ્ધિની સાથે જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. વૈદિક કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂજાની હોળી 24મી માર્ચે ઉજવવામાં આવશે. તેમજ બીજા દિવસે 25મી માર્ચે રંગોત્સવ મનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે તંત્ર ક્રિયાની દૃષ્ટિએ હોળીની રાત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હોળીની રાત્રે આ કરવાથી ધનમાં વધારો થઈ શકે છે. નવી નોકરી સાથે વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો શું છે…
ઘઉંની 7 પૂળીથી કરો આ ઉપાય
જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માગો છો તો તમે ઘઉંના 7 કાન(પૂળી) વડે પ્રસન્ન કરી શકો છો. હોલિકા દહન પહેલા, વ્યક્તિએ ઘઉંના ઊભા પાકમાંથી 7 પૂળી લેવી જોઈએ અને તેને પોતાની ઉપર 7 વાર ફેરવવી જોઈએ. આ પછી, ઘઉંની આ પૂળીને હોલિકાની પવિત્ર અગ્નિમાં ફેંકી દેવી જોઈએ. આનાથી દેવી લક્ષ્મીની કૃપા આખું વર્ષ રહેશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. હોલિકાની અગ્નિમાં ઘઉંની 7 પૂળીનો ભોગ આપવામાં આવે છે. 7 પૂળી પાછળની માન્યતા છે કે 7 નંબરને શુભ માનવામાં આવે છે. તેથી અઠવાડિયામાં 7 દિવસ અને લગ્નના 7 ફેરા હોય છે. આ જ કારણ છે કે, હોલિકામાં ઘઉંની 7 પૂળી નાખવામાં આવે છે.
આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
હોલિકા દહનનો તહેવાર પૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવે છે અને પૂર્ણિમાની તારીખ દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. તેથી લક્ષ્મીજીના શ્રીમંત્રનો જાપ કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં 108 લવિંગ નાખો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.
આ ઉપાયથી પરિવારમાં સુખ-શાંતિ આવશે
હોલિકા દહનની સાંજે એક તવા પર 7 કે 8 લવિંગ બાળો અને પછી તેને ઘરના કોઈ ખૂણામાં રાખો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. આ ઉપાય હોલિકા દહનની સાંજે જ કરો.
આ ઉપાયથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે
જો તમારા પૈસા ક્યાંક અટકી ગયા હોય તો હોલિકા દહનની રાત્રે 11 કે 21 લવિંગને કપૂરથી બાળી લો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી તમારા પૈસા પાછા આવવાની સંભાવના છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી નોકરી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે.
આ ઉપાયથી તમામ કામ થશે
જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા જોઈતી હોય તો એક લીંબુ પર 4 લવિંગ લગાવો અને પછી ‘ઓમ શ્રી હનુમતે નમઃ’ મંત્રનો 21 વાર જાપ કરો. આ પછી હનુમાનજીની પ્રાર્થના કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી તે લીંબુને લાલ કપડામાં બાંધીને તમારી સાથે લઈ જાઓ. આમ કરવાથી તમારું કામ થશે અને તમને હનુમાનજીની કૃપા પણ મળશે.
આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે
કરિયરમાં ઉન્નતિ અને સારી રોજગાર માટે હોળીની રાત્રે એક લીંબુ લો અને તેને પોતાના પર સાત વાર ઉતારો. પછી લીંબુને કોઈ ચાર રસ્તા પર લઈ જાઓ અને તેના ચાર ટુકડા કરો. આ પછી, લીંબુનો એક-એક ટુકડો ચારેય દિશામાં ફેંકી દો અને ઘરે પાછા ફરો. ધ્યાન રાખો કે તે પછી પાછું વળીને ન જોવું. આમ કરવાથી તમને કરિયર અને રોજગાર સંબંધિત તમામ સમસ્યાઓથી રાહત મળશે અને નકારાત્મક શક્તિઓ પણ દૂર રહેશે.
આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા થશે
હોલિકા દહનનો તહેવાર ફાલ્ગુન પૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવે છે અને પૂર્ણિમા દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. તેથી હોલિકા દહનના સમયે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો અને ખાંડ પણ ચઢાવો. ઉપરાંત, કાર્યની સિદ્ધિ માટે, ત્રણ ગોમતી ચક્ર લો અને પ્રાર્થના કરતી વખતે તેમને અગ્નિમાં મૂકીને વંદન કરો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
ઈચ્છાઓ પૂરી કરવા માટે
જો તમારું કોઈ કામ બાકી હોય તો હોલિકા દહનના સમયે નાગરવેલનાં 7 પાન લો. આ પછી હોલિકાદહનની 7 વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાન નાખો. આ રીતે 7 પરિક્રમાના 7 પાન હોલિકા દહનમાં જશે. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તેમજ જીવનમાં સમૃદ્ધિ આવશે.
બિઝનેસ વધારવા માટે આ ઉપાયો કરો
જો વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોળીદહનની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં પણ સારો ફાયદો થશે.
અટકેલાં કામ પૂર્ણ થશે હોળીની રાત્રે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને ભગવાનને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમારું કામ થવા લાગશે. તેમજ જીવનમાં સુખ-શાંતિ રહેશે.
હોળીની અગ્નિમાં નારિયેળ પધરાવો
જો તમે ઘણી કમાણી છતાં પણ રૂપિયા બચાવી શકતા નથી તો હોળીની અગ્નિમાં નારિયેળ પધાવો. આમ કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે. પ્રગટાવેલી હોળીમાં નારિયેળની સાથે સોપારીના પાન અને સોપારી પણ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.