47 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સર્વસુખ મેળવવા હોય તો હોલિકાદહનમાં આ વસ્તુઓ ચઢાવી સર્વદુઃખ ભસ્મ કરી દો
- હોલિકાદહનમાં વિવિધ વસ્તુ ચઢાવો, તમને આર્થિક તંગીથી રાહત મળશે
સનાતન ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે, હોલિકાદહન ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે અને રંગોની હોળી બીજા દિવસે રમવામાં આવે છે. આ વર્ષે હોલિકાદહનનો તહેવાર 24 માર્ચ, 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. માન્યતાઓ અનુસાર, ભગવાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશિપુ અને ફોઈ હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત કરવાના હતા. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને હોલિકાને અગ્નિમાં બાળી નાખી. ત્યારથી, આ તહેવાર અનિષ્ટ પર ઈષ્ટની જીત તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા-દહનના સમયે કેટલીક વસ્તુઓ અગ્નિમાં અર્પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ હોલિકાદહનના સમયે અગ્નિમાં શું ચઢાવવું જોઈએ…
હોલિકાદહન પર આ વસ્તુઓ ચઢાવો
સુખ અને સમૃદ્ધિ માટે
જો જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો હોલિકાદહનના સમયે અગ્નિમાં ચોખા અથવા જવ અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.
વેપારમાં નફા માટે
જો તમે ધંધામાં અપાર સફળતાની સાથે-સાથે અઢળક ધન કમાવા માગતા હો તો હોળીના આગની ઝાળમાં લીલા ઘઉંની ત્રણ પૂળી અને લીલી અળસીની છ પૂળીને હળવા હાથે સ્પર્શ કરાવો. આ પછી, તેને લાલ રંગના કપડામાં લપેટીને તમારી ઓફિસમાં રાખો.
નાણાકીય લાભ માટે
આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનના સમયે શેરડીના પાન સાથે રાખો અને હોળીની અગ્નિમાં તેને થોડા બાળી લો. ત્યારબાદ આ અર્ધબળેલાં પાનને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. આ ઉપાયથી તમને નાણાકીય લાભ મળતો જશે.
લક્ષ્મીકૃપાથી આર્થિક લાભ માટે
હોલિકાદહનની વિધિ કરતી વખતે શેરડી અને પતાસા જરૂર અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી મહાલક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને તમને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે. ધન સંબંધિત તમામ સમસ્યાઓ આગમાં નાશ પામે છે. આશીર્વાદ વરસે છે.
સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા
હોલિકાદહનના સમયે સૂકું નારિયેળ પણ અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
સારા જીવન માટે આ વસ્તુઓને અગ્નિમાં મૂકો
જો કોઈ વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોય તો તેમણે હોલિકાદહનના દિવસે બે દિવસ પહેલાં ઘીમાં ભીંજવેલાં પતાસા, બે લવિંગ અને એક પાનને હોલિકાની અગ્નિમાં હોમવાથી આર્થિક સંકટ દૂર થાય છે. આ સિવાય હોલિકાદહનની અગ્નિમાં અનાજ અર્પણ કરવાનું પણ મહત્ત્વ છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તમે હોલિકાની અગ્નિમાં મકાઈ, કઠોળ, ચોખા, ઘઉં વગેરે વસ્તુઓ અર્પણ કરી શકો છો.
લાંબા આયુષ્ય માટે
લાંબા આયુષ્યની કામના કરવા માટે, તમારી લંબાઈ મુજબ એક કાળો દોરો લો અને તેને બેથી ત્રણ વાર સરખી રીતે લપેટો અને તેને પોતાની ઉપર સાત વખત ફેરવો અને પછી તેને હોળીની જ્વાળામાં ફેંકી દો. આનાથી તમામ રોગો, દોષ અને ખરાબ નજરનો નાશ થાય છે. જીવન લાંબું થાય છે.
સારા સ્વાસ્થ્ય માટે
હોલિકાદહનના દિવસે કાળા સરસવના ઉબટનને લગાવ્યા બાદ તેના મેલને સાત વખત દૂર કરો અને તેને પ્રકટાવેલી હોળીના અગ્નિમાં ફેંકી દો. તેનાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
પરિવારના સ્વાસ્થ્યસુખ માટે
જો તમે તમારું અને તમારા પરિવારનું સારું સ્વાસ્થ્ય ઇચ્છો છો, તો 10-11 લીમડાના પાન, થોડા કપૂર અને છ લવિંગ લો, તેને તમારા પર ફેરવો અને તેને હોળીની અગ્નિમાં નાખો.
દામ્પત્યજીવનમાં મધુરતા
પતિ-પત્નીના સંબંધો બેરંગ બની ગયા હોય કે લગ્ન પછી વૈવાહિક જીવનમાં ઘણીવાર તણાવ આવી ગયો હોય તો હોલિકાદહનના દિવસે એક નારિયેળ અને ઘીમાં ડૂબાડેલી 108 રૂની દિવેટો હોલિકાની અગ્નિમાં એક પછી એક નાખો. આ ઉપાય હોલિકાની પરિક્રમા દરમિયાન કરવાનો હોય છે. છેલ્લે નાળિયેર અગ્નિમાં અર્પિત કરી દો. એવું માનવામાં આવે છે કે, તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા આવે છે. જીવનસાથી સાથેના સંબંધો સુધરે છે.
વહેલા લગ્ન માટે –
શાસ્ત્રો અનુસાર જો કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો ઘી મિશ્રિત હવન સામગ્રીને પોતાની ઉપર સાતવાર ફેરવો અને હોલિકા ફરતે 7 પરિક્રમા કરતી વખતે અગ્નિમાં આ ઘી મિશ્રિત હવાનસામગ્રી ચઢાવો. તેનાથી લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.