55 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્ષ 2025માં ઘણા મોટા ગ્રહોમાં પરિવર્તન જોવા મળશે. વર્ષની શરૂઆતમાં જ ઘણા ગ્રહોનો સંયોગ પણ રચશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોનો સંયોગ એવી સ્થિતિ છે જ્યારે 2 કે તેથી વધુ ગ્રહો એક જ રાશિમાં ગોચર કરતા હોય છે. જ્યારે ગ્રહોનો સંયોગ રચાય છે, ત્યારે તમામ 12 ગ્રહોના લોકો તેનાથી પ્રભાવિત થાય છે. જાન્યુઆરી 2025માં બે અનુકૂળ ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી અનુસાર 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને બુધનો સંયોગ થશે.
30 વર્ષ બાદ બાદ ત્રિ-એકાદશ યોગ જાન્યુઆરી 2025માં ન્યાયના દેવતા શનિ અને ગ્રહોના રાજકુમાર બુધના સંયોગ સાથે ત્રિ-એકાદશ યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ 19 જાન્યુઆરીએ શનિ અને બુધ એકબીજાથી 60 ડિગ્રી પર હશે. બુધ શનિના અગિયારમા ભાવમાં રહેશે અને શનિ બુધથી ત્રીજા ભાવમાં રહેશે, જેના કારણે ત્રિકાદશ યોગ બનશે. આ યોગથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી જશે. અમૂક એવી રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા રહેશે.
3 રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે જ્યોતિષીય ગણતરી મુજબ, 19 જાન્યુઆરી, 2025ના રોજ, કર્મના પરિણામો આપનાર શનિ અને બુધ એકબીજાથી 60 ડિગ્રી પર હશે. જેના કારણે ત્રિ-એકાદશ યોગનો દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. જેની અસર 3 રાશિના લોકો પર વધુ જોવા મળશે. બંને હાથ વડે શનિદેવ આ રાશિચક્રના ચિહ્નો પર આશીર્વાદ વરસાવશે, જેમાં , કુંભ અને મીન રાશિના લોકોનો સમાવેશ થાય છે.
શનિ અને બુધના આ દુર્લભ સંયોગને કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે, વેપારમાં પ્રગતિ થશે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચી વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને વિદેશ પ્રવાસની તકો મળશે.
આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ સમય રહેશે. આવકમાં વધારો થશે, સમાજમાં માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં સહકાર્યકરોનો સહયોગ મળશે, રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. માનસિક સ્થિતિ સારી રહેશે.
આ રાશિના લોકો માટે ઘણો લાભદાયક સમય રહેશે. નવા વર્ષમાં નોકરીની શોધ પૂર્ણ થશે. વેપારમાં ઝડપી વૃદ્ધિની સંભાવના છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.