34 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે. જો તમે શ્રી રામની પૂજા સાથે રામના નામનો જાપ કરતા ધ્યાન કરશો તો તમને સ્વાસ્થ્ય લાભની સાથે ધાર્મિક લાભ પણ મળશે. મંત્ર જાપ અને ધ્યાન મંદિર અથવા તમારા ઘરે પણ કરી શકાય છે. જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરવામાં આવે છે, તેવી જ રીતે મનને સ્વસ્થ રાખવા માટે ધ્યાન કરવામાં આવે છે. મેડિટેશન કરવાથી બ્લડપ્રેશર સંતુલિત થાય છે, શરીરમાં એનર્જી વધે છે, શરીરને વધુ ઓક્સીજન મળે છે, જેનાથી તણાવ દૂર થાય છે, નકારાત્મક વિચારોનો અંત આવે છે અને મન શાંત થાય છે.