9 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂમેરોલોજિસ્ટ નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણીએ અંક 3ના જાતકો માટે નવું વર્ષ 2024 કેવું રહેશે.
આ અંકનો સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુ ગ્રહના કારણે આ વર્ષ તમારા માટે ફાયદાકારક રહેશે. આ વર્ષ તમારા માટે નીચભંગ રાજયોગ કામ કરશે. આ યોગને કારણે જે લોકો રેસ્ટોરાંના માલિક છે તેઓ ફાઇવ સ્ટાર હોટલના માલિક બની શકે છે. કોઈ ગરીબ વ્યક્તિને અનાજ અને પૈસાનું દાન કરો. તમારા પ્રિય ભગવાનની પૂજા કરો. અભિનેતાઓ, સંગીતકારો, ગાયકો, રાજકારણ સાથે જોડાયેલા લોકો, કાર સાથે જોડાયેલા લોકો, કૂકિંગ તેલના ધંધા સાથે જોડાયેલા માટે આ વર્ષ ભાગ્યશાળી રહેશે.
ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે ‘ઓમ ગુરુવે નમઃ’ મંત્રનો જાપ કરો. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. જે લોકો લગ્ન કરવા ઇચ્છે છે તેઓ આ વર્ષે લગ્ન કરી શકે છે. સંતાનોને વિદેશથી લાભ મળી શકે છે. ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. જો સંબંધોમાં કોઈ તણાવ છે તો તે પણ આ વર્ષે દૂર થઈ શકે છે. સંબંધોમાં સુધારો થશે. સ્વાસ્થ્ય, પૈસા, સંબંધો, નોકરી સંબંધિત દરેક બાબતમાં આ વર્ષ તમારા માટે ફાયદાકારક રહેશે.
શું કરવું : દર રવિવારે ‘ઓમ હ્રીં સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે તાંબાના વાસણથી સૂર્યદેવતાને જળ અર્પણ કરો.