15 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂમેરોલોજિસ્ટ નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણીએ અંક 4ના જાતકો માટે નવું વર્ષ 2024 કેવું રહેશે.
આ અંકનો સ્વામી રાહુ છે. આ વર્ષ તમારા માટે મજબૂત રહેશે. જો કે, રાહુ ગ્રહના કારણે કામમાં વિલંબ અને સમસ્યાઓ પણ આવશે, પરંતુ આ વર્ષે રાહુ ગ્રહ ગુરુ, શુક્ર અને મંગળની સાથે રહેશે, તમારો ચંદ્ર પણ બળવાન રહેશે, તેથી રાહુના કારણે કોઈ મુશ્કેલી નહીં આવે. જો તમે નોકરી, પ્રેમ અથવા પરિવાર સાથે સંબંધિત કોઈ કામમાં નિષ્ફળ જાઓ તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આ વર્ષ જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ તમારી સમસ્યાઓનો અંત આવશે. મન વ્યગ્ર હશે તો સમયની સાથે શાંત થશે.
ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. મીઠાઈનો ભોગ અર્પણ કરો. ગુલાબ અર્પણ કરો. વિષ્ણુ-લક્ષ્મીજીનું લોકેટ ગળામાં પહેરી શકાય. લવશિપમાં તમારે સાવધાન રહેવું પડશે, નહીંતર જીવનસાથીની પસંદગી કરતી વખતે તમે ભૂલ કરી શકો છો. તમારા પાર્ટનરને યોગ્ય રીતે સમજ્યા પછી જ રિલેશનશિપમાં આગળ વધો. આ વર્ષે વાદ-વિવાદ ટાળો. શાંતિથી તમારા વિચારો વ્યક્ત કરો. જો તમે તમારા પરિવાર અને નોકરી પ્રત્યે ધીરજ રાખશો તો કોઈ સમસ્યા નહીં આવે. જે લોકો કોસ્મેટિક્સ, ફેશન, ફર્નિચર, કૃષિ અને ખાદ્ય-ચીજવસ્તુનો વેપાર કરે છે તેમનું વર્ષ સારું રહેશે, પરંતુ તેમણે તેમની ક્ષમતા અનુસાર જ રોકાણ કરવું હિતાવહ રહેશે.
શું કરવું : ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો.