2 કલાક પેહલા
- કૉપી લિંક
હિંદુ ધર્મમાં માતા અન્નપૂર્ણાને સંસારનું ભરણ પોષણ કરનારી શક્તિ માનવામાં આવે છે. લગભગ બધા ઘરમાં રસોડામાં દેવી અન્નપૂર્ણાની તસવીર જોવા મળે છે. કહેવાય છે કે તેમની કૃપાથી ઘરમાં બરકત બની રહે છે. જેથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ પડતી નથી. માગશર મહિનાની પૂનમના દિવસે તેમની પૂજા કરવાનું વિધાન છે. આ તિથિ આ વખતે 14મી ડિસેમ્બરે સાંજે 4.58 કલાકથી શરૂ થશે. જે 15 ડિસેમ્બરે બપોરે 2:31 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિની માન્યતા અનુસાર અન્નપૂર્ણા જયંતિ 15મી ડિસેમ્બરે આવશે.આ દિવસે અન્નપૂર્ણા જયંતી ઊજવવામાં આવશે.
અન્નપૂર્ણા જયંતિનું મહત્ત્વઃ અન્નપૂર્ણા એટલે ધાન્ય (અનાજ)ની અધિષ્ઠાત્રી દેવી. માતા અન્નપૂર્ણા પણ આદિશક્તિ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે. તેમને અન્નદા અને શાકંભરી પણ કહેવામાં આવે છે. માતા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિ માટે તેમની સાચા મનથી આરાધના કરો.
માગશર પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતીના દિવસે અન્નના દાનનું વિશેષ મહત્ત્વ છે
પૂજા વિધિ
- માતા અન્નપૂર્ણા અન્નની દેવી છે. એટલા માટે આ દિવસે રસોઈઘર સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરવું જોઈએ.
- ત્યારબાદ ભોજન બનતા હોય તે ચુલા-ગેસને હળદર, કંકુ, ચોખા, પુષ્પ, ધૂપ અને દીવો પ્રગટાવીને પૂજન કરો.
- ત્યારબાદ રસોઈઘમાં જ માતા પાર્વતી તથા ભગવાન શંકરજીની પૂજા પણ કરો.
- માતા અન્નપૂર્ણાનીપૂજા પણ રસોઈઘરમાં જ ઉપરોક્ત વિધિથી પૂજા કરીને પ્રાર્થના કરો કે હે માતા અમારા ઘર-પરિવારમાં સદૈવ અન્ન-જળ ભરેલું રહે.
- પૂજન કર્યા પછી તમારા ઘરમાં બનેલ ભોજન ગરીબોને જરૂર ખવડાવો.
પ્રચલિત કથા એવી માન્યતા છે કે એક સમયે જ્યારે ઘરતી ઉપર પાણી અને અનાજ પૂર્ણ થવા લાગ્યું હતું તે સમયે ચારેય તરફ હાહાકાર મચી ગયો હતો. તે વખતે મનુષ્યોએ અનાજની સમસ્યાથી મુક્તિ માટે ભગવાન બ્રાહ્માજી તથા વિષ્ણુજીની આરાધના શરૂ કરી દીધી. મનુષ્યોની કરુણ પોકાર સાંભળીને શ્રીબ્રહ્મદેવ તથા વિષ્ણુજીએ આદિદેવ ભગવાન શિવજીની આરાધના કરી તેમને યોગ મુદ્રાથી જગાડ્યાં.
ભગવાન શિવે પૃથ્વીનું ભ્રમણ કર્યું અને ત્યારબાદ માતા પાર્વતીને અન્નપૂર્ણા રૂપ અને ભગવાન શિવે ભિક્ષુ રૂપ ધારણ કર્યું. ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લઈને પૃથ્વીવાસીઓ પાસે ગયા અને તેમની વચ્ચે આ ભિક્ષા વહેંચી દીધી. ત્યારથી બધા દેવોની સાથે ધરતીના મનુષ્યોને પણ માતા અન્નપૂર્ણાની પૂજા આરાધના શરૂ કરી દીધી. જે દિવસે માતા અન્નપૂર્ણાની ઉત્પત્તિ થઈ તે દિવસ માગશર મહિનાની પૂનમ તિથિ હતી. જેથી માગશર પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે અન્નના દાનનું વિશેષ મહત્ત્વ છે.