55 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામાયણની એક વાર્તા છે. આપણે કોઈ ખોટું કામ ન કરવું જોઈએ, પરંતુ જો કોઈ ભૂલ થઈ જાય તો આપણે તરત જ તે વ્યક્તિની માફી માંગવી જોઈએ જેને આપણા કારણે નુકસાન થયું છે. આ વાત દેવરાજ ઈન્દ્રના પુત્ર જયંત સાથે જોડાયેલી વાર્તા પરથી સમજી શકાય છે.
જયંત દેવરાજ ઈન્દ્રનો પુત્ર હતો તેથી તેને લાગ્યું કે તે કંઈ પણ કરી શકે છે. વનવાસના દિવસોમાં શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટમાં રહેતા હતા. એક દિવસ શ્રી રામ અને સીતા ચિત્રકૂટમાં તેમની ઝૂંપડી પાસે બેઠા હતા. તે સમયે જ્યારે જયંતે રામને જોયા, ત્યારે તેણે વિચાર્યું કે તેણે રામની પરીક્ષા કરવી જોઈએ કે તે કેટલા મજબૂત છે. રામની પરીક્ષા કરવા જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું. કાગડાના રૂપમાં જયંતે દેવી સીતાના ચરણો પર ચાંચ મારી.

કાગડાની ચાંચના કારણે સીતાજીને પગમાં દુખાવો થવા લાગ્યો. સીતાની પીડા જોઈને શ્રી રામે એક નાનકડા તણખલાંમાંથી એક તીર બનાવ્યું અને તેને મંત્રોચ્ચાર કરીને જયંતની પાછળ છોડી દીધું.
શ્રી રામે છોડેલું નાનકડું તીર બ્રહ્માસ્ત્રની જેમ જયંતને વાગ્યું, જયંત ડરી ગયો. તે તરત જ તેના પિતા દેવરાજ ઈન્દ્ર પાસે પહોંચી ગયો. ઈન્દ્રએ તેના પુત્ર જયંતને કહ્યું કે જો તેં શ્રી રામ સામે ગુનો કર્યો છે તો હું તને બચાવી શકતો નથી.
ઈન્દ્રની મદદ ન મળતાં જયંત અન્ય ઘણી જગ્યાએ છુપાઈ ગયો, પણ તેને ક્યાંયથી મદદ ન મળી. અંતે તેને નારદ મુનિ મળ્યા.
જયંતે નારદ મુનિને આખી ઘટના સંભળાવી અને આ સંકટથી બચવા માટે ઉપાય કરવા કહ્યું. નારદજીના કારણે, તે તીર થોડીવાર માટે ત્યાં અટકી ગયું, કારણ કે તે દેવર્ષિ હતા. આખી વાત સમજ્યા પછી નારદે કહ્યું કે જયંત તું ભૂલ કરે છે. તમે રામ અને સીતા પ્રત્યે ભૂલ કરી છે અને તમે ઈચ્છો છો કે કોઈ તમને બચાવે, પણ એવું થશે નહીં. તમારે શ્રી રામ અને સીતા પાસેથી જ ક્ષમા લેવી પડશે, જો તેઓ તમને માફ કરશે તો તમારી સમસ્યા દૂર થશે.

નારદ મુનિના કહેવાથી જયંત તરત જ શ્રી રામ અને સીતા પાસે પહોંચ્યા અને માફી માંગવા લાગ્યા. શ્રી રામે જયંતને કહ્યું કે તને સજા થવી જ જોઈએ, પણ જો તું ક્ષમા માંગતો હોય તો તને મૃત્યુદંડ ન મળવો જોઈએ, આટલું કહીને શ્રી રામે તેની એક આંખમાં તીર માર્યું, તેની એક આંખ બગડી ગઈ, પણ તે બચી ગયો. રામે તેને જીવતો છોડી દીધો
રામાયણમાંથી પાઠ
સૌપ્રથમ તો આપણે એ વ્યક્તિની માફી માંગવી જોઈએ કે જેના પ્રત્યે આપણે ભૂલ કરી છે, જે વ્યક્તિને આપણા કારણે નુકસાન થયું છે. એ વ્યક્તિ આપણને માફ કરે ત્યારે જ આપણી ભૂલ સુધારી શકાય.