2 કલાક પેહલા
- કૉપી લિંક
અંફફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી…

આરામ મળશે. વિરોધીઓ પાછળ રહેશે અને કામ સમયસર પૂર્ણ થશે. સંપર્કો લાભદાયી રહેશે. પૈસાનો પ્રવાહ સરળ રહેશે. પ્રખ્યાત લોકો સાથે મુલાકાત થશે. દિવસ દરમિયાન પ્રવાસની સંભાવના છે. સંતાન તરફથી ખુશી મળશે અને નવું વાહન ખરીદવાનું મન થશે. સાંજે વેપારમાં અપેક્ષાઓથી વિપરીત કામ થશે. નોકરીમાં સમસ્યા આવી શકે છે. લગ્ન પ્રસ્તાવમાં વિલંબ થશે.
લકી નંબર- 6-4-2
લકી કલર- વાદળી
શું કરવું- શિવજીને ચંદન અર્પણ કરો.

સમય સારો છે. સફળતા પ્રાપ્ત થશે. નવા કાર્યો સિદ્ધ થશે અને અવરોધો સમાપ્ત થશે. ચારે બાજુથી સમર્થન પ્રાપ્ત થશે, બપોરથી કેટલાક પ્રતિકૂળ પરિણામ મળી શકે છે. સાંજ સુધી સમસ્યાઓ રહેશે. તે પછી સમય ફરીથી પક્ષમાં રહેશે. વેપાર સારો રહેશે અને નોકરીમાં અધિકારીઓ ખુશ રહેશે. કામ પ્રત્યે રુચિ જાગશે. પરિવાર તરફથી સહયોગ મળશે.
લકી નંબર- 7-5-1
લકી કલર- પીળો
શું કરવું- શિવલિંગ પર જળ ચઢાવવું.

એકલતા અનુભવશો. બીજા કરતાં પોતાની સામે વધુ ફરિયાદો હશે. આવક સારી રહેશે, પરંતુ કામ કરવાનું મન નહીં થાય. નકારાત્મકતા હાવી થઈ શકે છે. પ્રવાસ સ્થગિત થઈ શકે છે. પરિવારજનોનો સહયોગ મળશે. બપોર પછી ખુશી મળશે. આવકના અભાવે સાંજે ખર્ચ વધી શકે છે. વેપારમાં સંઘર્ષ થશે અને છુપાયેલા શત્રુઓ નોકરીમાં પરેશાન કરશે. જીવનસાથી સાથે ખુશ રહેશો.
લકી નંબર- 9-8-4
લકી કલર- વાદળી
શું કરવું- શિવાલયમાં આંકડાનું ફૂલ ચઢાવો.

શૌર્ય ઉત્તમ રહેશે. ભાઈઓ તરફથી મદદ મળશે અને ભાગ્ય સાથ આપશે. શરૂઆતમાં આવક ઓછી થશે, પરંતુ બપોરથી તેમાં સુધારો થશે. સ્થાયી સંપત્તિમાં વધારો થવાના સંકેત છે. પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધશે. પ્રવાસની સંભાવના છે. વિવાદાસ્પદ બાબતોમાં મજબૂતી આવશે. વેપાર સારો રહેશે. નોકરીમાં સામાન્ય સમય છે. પ્રેમ પ્રસ્તાવ નકારવામાં આવશે અને વૈવાહિક કાર્યવાહીમાં વિલંબ થશે.
લકી નંબર- 5-1-3
લકી કલર- સફેદ
શું કરવું- ભગવાન શિવને મીઠાઈ ધરાવો.

સમય વિચલિત કરશે. કોઈ પણ કામ સીધી રીતે નથી થઈ રહ્યું, કાર્યમાં અવરોધો છે. આ શાંત રહેવાનો સમય છે. રોકાણ ટાળો અને કોઈ નવી યોજના ન બનાવો. પરિવારમાં પણ વિવાદ થઈ શકે છે. આવકમાં કોઈ વધારો થશે નહીં. પૈતૃક લાભ થઈ શકે છે. વેપારમાં લોન લેવી પડી શકે છે. નોકરીમાં સાવધાનીથી કામ લેવું.
લકી નંબર- 3-8-4
લકી કલર- વાદળી
શું કરવું- સાંજે શિવાલયમાં ઘીનો દીવો પ્રગટાવો.

સંતાન સુખ, ભાગ્યનો સાથ અને આવકમાં વધારો થશે. કાર્ય સુવ્યવસ્થિત રીતે આગળ વધશે. આળસથી નુકસાન થશે. કૌટુંમ્બિક સમારોહમાં હાજરી આપવાનો મોકો મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં નવું કામ મળશે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. સાંજથી સાવધાન રહેવાનો સમય આવશે. અતિશય ખર્ચ અને અચાનક સમસ્યાઓ આવી શકે છે.
લકી નંબર- 4-9-6
લકી કલર- લીલો
શું કરવું- શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું.

આવકમાં સુધારો અને કામમાં ઝડપ આવી શકે છે. અન્ય પ્રત્યેના વર્તનમાં અસભ્યતા આવી શકે છે. સંપર્કનો લાભ મળશે અને કાર્યસ્થળમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રવાસ સુખદ રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. અજાણ્યો ભય પણ રહેશે. દિવસના અંતે ખુશીના સમાચાર મળી શકે છે. વેપારમાં નવું કામ મળશે અને નોકરીમાં પગાર વધારો થવાની સંભાવના છે.
લકી નંબર- 8-5-7
લકી કલર- મરૂન
શું કરવું- શિવલિંગ પર સફેદ ફૂલ ચઢાવો.

સવારે અતિશય ખર્ચ અને બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ત્યારબાદ સમયમાં સુધારો દેખાશે. કામમાં ઝડપ આવશે અને નવી ઓફર પણ મળશે. વેપારમાં નવા સોદા મળશે અને નોકરીમાં ટ્રાન્સફર થવાની સંભાવના છે. સાંજે પ્રવાસની સંભાવના છે. પરિવાર તરફથી પણ સહયોગ મળશે. પ્રેમી સાથે વિવાદ થઈ શકે છે. જીવનસાથી ઉદાસ રહેશે.
લકી નંબર- 1-8-6
લકી કલર- ગુલાબી
શું કરવું- શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો.

સવારે મુશ્કેલી રહેશે. આવક ઓછી અને ખર્ચ વધુ થશે. બિનજરૂરી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરાબ થઈ શકે છે. દિવસે સમય પક્ષમાં રહેશે. આવકમાં વધારો થશે અને વિવાદોમાં જીત થશે. અવરોધાયેલા કામમાં ગતિ આવશે. નવા લોકો સાથે સંપર્ક થશે. સાંજનો સમય સારો રહેશે. વેપારમાં નવી જગ્યાએ જવું પડશે. નોકરીમાં અધિકારીઓ સંતુષ્ટ રહેશે. સંસાધનોનો લાભ મળશે.
લકી નંબર- 2-8-5
લકી કલર- બ્રાઉન
શું કરવું- શિવજીને અત્તર ધરાવો.