- Gujarati News
- Dharm darshan
- People With Number 3 May Be Overwhelmed By Disappointments, People With Number 6 Will Get Good News Today
18 મિનિટ પેહલા
- કૉપી લિંક
અંફફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી…

નકારાત્મક ભાવ ઉત્પન્ન થઈ શકે છે. કાર્ય પ્રત્યે ઉદાસીન ભાવ રહેશે. કેટલાક વિવાદ પણ થઈ શકે છે. વધુ ખર્ચા થવાની શક્યતા છે. બપોરે સામાન્ય સુધાર થશે. કાર્ય પ્રત્યે આશાન્વિત થશો. સમસ્યાઓના ઉકેલ લાવવામાં સફળ થશો. પેટમાં દુ:ખાવો થઈ શકે છે. સાંજે વેપાર અને નોકરીમાં બઢતી મળશે. અધિકારી સહયોગ કરશે. મુસાફરી પર જવાની તક મળશે.
લકી નંબર– 9
લકી કલર– લીલો
શું કરવું– ગરીબ વ્યક્તિને ફળનું દાન કરો

કાર્ય સમયસર પૂર્ણ થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. નવા વ્યક્તિઓ સાથે લાભદાયક મુલાકાત થઈ શકે છે. રાજકીય કામોમાં આવી રહેલી બાધાઓ દૂર થશે. સંપત્તિ સંબંધી મામલાઓનો ઉકેલ લાવવાનો રસ્તો મળશે. બપોરે વધુ ખર્ચની ચિંતા પણ વધી જશે. આવકમાં વધારો થશે. પિતા સાથે વિવાદ થવાની સંભાવના છે.
લકી નંબર– 6
લકી કલર– પીળો
શું કરવું– પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરવી.

નિરાશા હાવી થવાથી અનૈતિકતા તરફ રુઝાન થઈ શકે છે. આવા કાર્યો કરવાથી દૂર રહો. ધૈર્ય રાખો, આગળ બપોરથી સમય અનુકૂળ થઈ જશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ધનની પ્રાપ્તિ થશે અને જૂના ઓળખીતા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સારા પ્રસ્તાવ પણ મળી શકે છે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે.
લકી નંબર– 2
લકી કલર– વાદળી
શું કરવું– કૂતરાં, ગાય અને પક્ષીઓને અન્ન ખવડાવો.

સુવિધાઓ મેળવવા પ્રયાસ કરવો પડશે પરંતુ બાધાઓનો સામનો કરવો પડશે. નિશ્ચિત થતી આવકમાં રુકાવટ આવશે. સહકાર આપવારાઓ પાછળ હટી જશે. પરિવારમાં તણાવનો માહોલ હોઈ શકે છે. બપોરના સમયે સુધાર થશે. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવા મળશે. સાંજનો સમય પણ પક્ષમાં રહેશે. પ્રેમીનો સાથ પ્રાપ્ત થશે. જીવનસાથીથી પણ સહયોગ પ્રાપ્ત થશે.
લકી નંબર– 8
લકી કલર– વાદળી
શું કરવું– ગરીબને યથાશક્તિ આર્થિક મદદ કરો.

સ્વયંને સાબિત કરવાની તક મળશે. પોતાની યોજનાઓ અંગે બીજાને જાણ ન કરો, દગો મળી શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. ગળામાં ખરાશ, શરદી, ઉધરસ થઈ શકે છે. કાનૂની મામલાઓમાં પરેશાની થઈ શકે છે. ગુસ્સો આવી શકે છે અને સાંજે કિંમતી સામાન ગુમ થઈ શકે છે, સાવધાન રહો.
લકી નંબર-1
લકી કલર– કેસરી
શું કરવું– ગરીબ વ્યક્તિને દાન કરો.

સારા સામાચાર મળશે તથા કાર્ય પ્રત્યે સજાગ રહેશો. આવક સારી રહેશે. યોજનાઓ ગુપ્ત રાખવાથી લાભ થશે. બપોરે કોઈ મુશ્કેલી આવવાની સંભાવના નથી. આવક ઉત્તમ રહેશે. કાર્ય સમય પર થશે અને સહયોગ પણ મળશે. વેપારીઓ નવી ડીલ કરી શકે છે. સાંજે સમય સામાન્ય કરતાં સારો રહેશે.
લકી નંબર– 4
લકી કલર– વાદળી
શું કરવું– કાગડા અને કૂતરાંને રોટલી ખવડાવવી.

સવારનો સમય અનાવશ્યક ભય અને ચિંતાવાળો હોઈ શકે છે. ખર્ચો વધુ થઈ શકે છે. પરિવારમાં તણાવ થઈ શકે છે. બપોરે વિવાદ થઈ શકે છે. કર્મચારીઓ પરેશાન રહી શકે છે. સાંજે આવકમાં સુધારો થશે તેમજ સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે. મિત્રો સાથે મુલાકાત સંભવ છે.
લકી નંબર– 3
લકી કલર– ગુલાબી
શું કરવું– ગાયને લીલું ઘાસ ખવડાવવો.

કામ સમયસર પૂર્ણ થવા અંગે શંકા રહેશે. અપેક્ષાઓ પૂર્ણ થશે નહીં. પ્રેમ સંબંધોમાં અચાનક કંઈક સારું થઈ શકે છે. પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. બપોર પછી આવક સંબંધિત બાબતોમાં સુધારો થશે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. સાંજનો સમય અનુકૂળ રહેશે.
લકી નંબર– 7
લકી કલર– મરૂન
શું કરવું– ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરવું.

અવરોધો ઊભા થશે અને કાર્યની ગતિ ધીમી પડી શકે છે. તમારા પ્રિયજનો દ્વારા તમને દગો મળી શકે છે. કામ કાળજીપૂર્વક કરો. અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો. સમસ્યાઓનો ઉકેલ આવશે અને નવું કામ મળશે. આવકમાં પણ સુધારો થશે. સાંજનો સમય સારો રહેશે. તમને તમારા બાળકો તરફથી સહયોગ મળશે.
લકી નંબર– 5
લકી કલર– સફેદ
શું કરવું– બાળકોને મીઠાઈ વહેંચવી